Gujarati Video : અમદાવાદમાં વિકાસ એસ્ટેટમાં લાગેલી આગમાં મોટો ખુલાસો, 179માંથી મોટાભાગના શેડ ગેરકાયદે

| Edited By: | Updated on: May 11, 2023 | 3:14 PM

Ahmedabad News : બાપુનગરના વિકાસ એસ્ટેટમાં ગઈકાલે લાગેલી આગમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. એસ્ટેટમાં આવેલા 179 શેડ પૈકી મોટાભાગના શેડ ગેરકાયદે હોવાનું જાણવા મળ્યુ છે. 179 શેડમાંથી માત્ર 17 પાસે જ લાયસન્સ હતા.

અમદાવાદના (Ahmedabad) બાપુનગરના વિકાસ એસ્ટેટમાં ગઈકાલે લાગેલી આગમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. એસ્ટેટમાં આવેલા 179 શેડ પૈકી મોટાભાગના શેડ ગેરકાયદે હોવાનું જાણવા મળ્યુ છે. 179 શેડમાંથી માત્ર 17 પાસે જ લાયસન્સ હતા. વિકાસ એસ્ટેટના ચેરમેન અને વેપારીઓએ આ ખુલાસો કર્યો છે. અન્ય શેડ ગેરકાયદેસર હોવાનું ચેરમેન અને વેપારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે. આ અંગે અનેકવાર મનપાનું ધ્યાન દોરવા છતાં કોઈ કાર્યવાહી ન થવાના વેપારીઓએ આક્ષેપ કર્યા છે. તહેવાર આવે તે સમયે પોલીસ, ફાયર બ્રિગેડ અને AMCની ટીમ આવી દેખાડો કરતા હોવાનું વિકાસ એસ્ટેટના ચેરમેનનો દાવો છે.

આ પણ વાંચો-Junagadh : આકરા ઉનાળામાં ગીરમાં સિંહ પણ આકુળ વ્યાકુળ, વન વિભાગે 500 પાણીના પોઇન્ટ ઉભા કર્યા

ઘટનાને લઈને મેયર કિરીટ પરમારે આગના સ્થળની મુલાકાત લીધી હતી. ગેરકાયદે શેડ મામલે નિયમ પ્રમાણે કાર્યવાહી કરવા મેયરે આશ્વાસન આપ્યુ હતુ. તો ચીફ ફાયર ઓફિસરે સ્પષ્ટતા કરી કે જે લોકોએ ફાયરના નિયમનું ઉલ્લંઘન કર્યું હશે તેમની સામે કાર્યવાહી કરાશે. પોલીસને કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…