ભારે વરસાદ ઉત્તર ગુજરાતમાં પડ્યો છે તેને લઈને કે આખરે ભારે વરસાદે ઉત્તર ગુજરાતની કેવી હાલત કરી છે. તો હવામાન વિભાગની ધોધમાર વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠામાં જાણે બારે મેઘ ખાંગા સર્જાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ. ધાનેરા, દાંતીવાડા, વડગામ, પાલનપુર, ડીસામાં સાર્વત્રિક વરસાદની ધમ્માકેદાર બેટિંગ જોવા મળી. વાત કરીએ પાલનપુરની તો ધોધમાર વરસાદથી સર્વત્ર જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા. રસ્તાઓ, શાળાઓ, દુકાનો બધે જ પાણી ભરાઈ જતા લોકો હાલાકીમાં મુકાયા. ભારે વરસાદને પગલે નીચાણવાળી અનેક સોસાયટીઓ જળમગ્ન બની. મફતપુરામાં લોકોના ઘરોની અંદર પાણી ઘુસી જતા ઘરવખરી અને અનાજના મોટાપાયે નુકસાન પહોંચ્યું.
જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી અનેક નદીઓ ગાંડીતુર બની. લડબી નદી તેમજ ધાનેરાની રેલ નદી બે કાંઠે થતા લોકોને સતર્ક કરાયા. દાંતીવાડામાં મુશળધાર વરસાદે લીધે ખેતરો જળબંબાકાર થયા. તો ઈકબાલગઢમાં ધોધમાર વરસાદથી માર્કેટ યાર્ડમાં દોઢ ફૂટ સુધી પાણી ભરાયા. વેપારીઓને મોટાપાયે નુકસાન થયું. ભારે વરસાદને પગલે પાલનપુર અમદાવાદ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો. પાલનપુર આબુ રોડ હાઈવે પર સોનગઢ પાટિયા પાસે પાણી ભરાતા વાહનચાલકો હાલાકીમાં મુકાયા.
Published On - 4:12 pm, Thu, 3 July 25