Bhavnagar : ભાવનગર મહુવાના કલસાર ગામે ACB એ એક સફળ ટ્રેપ ગોઠવ્યુ અને લાંચિયા બેંક કર્મચારીની ધરપકડ કરી લેવાઈ, જી હા..સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના આસિસ્ટન્ટ મેનેજરે પૈસા માગ્યા હતા. મેનેજર રાહુલ કપૂર ચંદે રૂપિયા માગ્યા હતા.ફરિયાદી ગોપાલ ડોડિયા પાસેથી રૂપિયા 30 હજારની લાંચ માગી હતી.બાદમાં ગોપાલ ડોડિયાએ આ અંગે ACB માં ફરિયાદ નોંધાવી હતી.અને ફરિયાદના આધારે ACB એ ટ્રેપ ગોઠવી બે આરોપીને ઝડપી લીધા.
થોડા દિવસો અગાઉ મહીસાગરમા જિલ્લામાં બે નાયબ મામલતદાર બાદ કલાસ વન કક્ષાના અધિકારી લાંચ લેતા રંગે હાથે ACB એ ઝડપ્યા હતા. મહીસાગર જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી જેઓએ એમ્પલોઇ નંબરની પ્રોસેસ કરવા માટે રૂપિયા 20 હજારની માગણી કરી હતી. જે બાદ ફરિયાદી દ્વારા ACB નો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ACB દ્વારા છટકું ઘોઠવીને લાંચિયા શિક્ષણ અધિકારીને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.
મહિસાગર જિલ્લા ACB ની સફળ ટ્રેપના કારણે ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવી ગયો હતો. જિલ્લા શિક્ષણ ક્ષેત્રે ક્લાસ-1 ઓફિસર અત્યારે 20 હજાર રૂપિયાની લાંચ લેતા પકડાયા હતા. આ સમગ્ર ઘટનાક્રમ સામે આવતા જ ACB એ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.