Banaskatha: હેલિપેડ ગ્રાઉન્ડથી સભા સ્થળ સુધી વડાપ્રધાનનો યોજાયો રોડ શો, પીએમને આવકારવા ઉમટ્યો જનસૈલાબ
Banaskatha: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હેલિપેડ ગ્રાઉન્ડથી ચીખાલામાં કાર્યક્રમ સ્થળ સુધીનો ભવ્ય રોડ શો યોજાયો હતો. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિહાળવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. વડાપ્રધાનની એક ઝલક મેળવવા લોકો ઉત્સુક બન્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) નો બનાસકાંઠામાં ભવ્ય રોડ શો યોજાયો હતો. બનાસકાંઠામાં હેલિપેડ ગ્રાઉન્ડથી ચીખાલામાં કાર્યક્રમ સ્થળ સુધીનો વડાપ્રધાનનો સાતથી આઠ કિલોમીટર લાંબો રોડ શો યોજાયો હતો. આ રોડ શો (Roadshow) દરમિયાન રોડના બંને સાઈડ વિશાળ સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યુ હતુ. લોકો પીએમને જોવા માટે ઉત્સુક અને અધિરા બન્યા હતા. પીએમના આગમનને લઈને અહીં આવેલા લોકોમાં કંઈક અલગ જ પ્રકારની ખુશી જોવા મળતી હતી. વડાપ્રધાન (PM)ને આવકારવા માટે તેમનામાં એક પ્રકારનો થનગનાટ જોવા મળતો હતો. હજારોની જનમેદની રોડની બંને સાઈડ એક્ઠી થઈ હતી.
ભાતીગળ પોષાકમાં સહુ કોઈ પીએમને આવકારવા ઉત્સુક
ખાસ કરીને આદિવાસી વિસ્તારના લોકો તેમના પરંપરાગત પોષાકમાં ઢોલ નગારા વગાડી અને નૃત્ય કરી વડાપ્રધાનનું સ્વાગત અને અભિવાદન કરતા જોવા મળ્યા હતા. દાંતા તાલુકાની પરંપરાગત સંસ્કૃતિ પ્રમાણે તેઓ પીએમના સ્વાગત માટે આવી પહોચ્યા હતા. આ આઠ કિલોમીટરના રૂટ પર જ્યાં જુઓ ત્યાં વિશાળ જનસૈલાબ ઉમટ્યો હતો અને જ્યાં જ્યાંથી વડાપ્રધાનની કાર પસાર થઈ લોકો ફુલોની વર્ષા કરી રહ્યા હતા. પુષ્પોની એટલી હદે વર્ષા થઈ રહી હતી કે પીએમની કારનુ બોનેટ પુષ્પોથી ભરાઈ ગયુ હતુ.
પોતાના પીએમ માટેની અપાર લાગણી આ દૃશ્યો દ્વારા જોઈ શકાય છે. નાના-મોટા, મહિલાઓ, વૃદ્ધો સહુ કોઈ બસ પીએમના રૂટ પર ઉભા રહી ગયા હતા અને વડાપ્રધાનને આવકારી રહ્યા હતા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદ પણ દરેક લોકોનુ અભિવાદન જીલવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. રોડ શો રૂટ પર એટલી મોટી સંખ્યામાં આવેલા માનવ મહેરામણને જોઈને પીએ મોદી પણ લાગણીથી ભાવવિભોર બન્યા હતા. આ વાતનો ઉલ્લેખ તેમણે અંબાજીમાં તેમની જનસભામાં પણ કર્યો અને જણાવ્યુ કે જે રીતે લોકોનો પ્રેમ તેમને રોડ શોમાં જોવા મળ્યો એ પ્રેમને વશ થઈ તેઓ સભા સ્થળે પણ થોડા મોડા પહોંચ્યા હતા.