Video : ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન, PM મોદીને વિજયી બનાવવા કરી અપીલ
બનાસકાઠાના કાંકરેજ દેવ દરબારમાં દરબાર સમાજના મહંત બળદેવ નાથની આગેવાનીમાં જાગીદાર સમાજની બેઠક યોજાઈ હતી. જેમાં મંહતે ક્હ્યું હતુ કે ભાજપ સાથેના મન દુ:ખને ભૂલી PM મોદીને વિજય બનાવવા સમર્થન આપી રહ્યા છે.
લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં આવતીકાલે મતદાન થવા જઈ રહ્યું છે. જેને લઈને જોરશોરમાં તૈયારીઓ ચાલી રહી છે અનેક પાર્ટીઓ મતદારોને વધુને મતદાન કરવા જણાવી રહી છે. ત્યારે ચૂંટણી પૂર્વે બનાસકાઠા ક્ષત્રિય જાગીદાર સમાજને ભાજપને સમર્થન આપ્યું છે.
તમને જણાવી દઈએ કે બનાસકાઠાના કાંકરેજ દેવ દરબારમાં દરબાર સમાજના મહંત બળદેવ નાથની આગેવાનીમાં જાગીદાર સમાજની બેઠક યોજાઈ હતી. જેમાં મંહતે ક્હ્યું હતુ કે ભાજપ સાથેના મન દુ:ખને ભૂલી PM મોદીને વિજયી બનાવવા સમર્થન આપો, ક્ષત્રિય સમાજના સમર્થનથી બનાસકાંઠા, પાટણ બેઠક પર ભાજપને ફાયદો થશે.
ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ગુજરાતમાં રુપાલાના નિવેદન બાદ ક્ષત્રિયો ભાજપ અને રુપાલાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે તે બધાની વચ્ચે હવે મતદાન પહેલા બનાસકાઠાંના ક્ષત્રિય જાગીદાર સમાજે ભાજપ સાથે મન દુખ ભૂલીને PM મોદીને વિજય બનાવવા સમર્થન આપ્યું છે.
એક તરફ ક્ષત્રિયોનો રુપાલા મુદ્દે વિરોધ બાદ ભાજપના અન્ય નેતાઓ પણ ક્ષત્રિયોની માફી માંગી ચૂક્યા છે અને પીએમ મોદીને વોટ આપી જીતાડવાની અપીલ કરી ચૂક્યા છે ત્યારે હવે ક્ષત્રિય જાગીદાર સમાજે પણ ભાજપને સમર્થન જાહેર કરી દીધુ છે. દેવદરબારના મંહતે આ દરમિયાન કહ્યું કે તમામ કાંકરેજ તાલુકાના સમાજે સમર્થન આપી પીએમ મોદીને વિજય બનાવવા સમર્થન આપી રહ્યા છે.