બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની અસરને લઈ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઈ વરસાદથી ધાનેરા તાલુકામાં મોટુ નુક્શાન થયુ છે. ધાનેરા તાલુકામાં અનેક રોડ-રસ્તાઓ તૂટ્યા છે. ભારે નુક્શાનીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભારે વરસાદને લઈ એક વ્યક્તિનુ મોત નિપજ્યુ હતુ. જ્યારે 20 થી વધારે પશુઓના મોત નિપજ્યા હતા.
ભારે વરસાદથી નુક્શાનને લઈ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. ડીડીઓએ મુલાકાત દરમિયાન બતાવ્યુ હતુ એનડીઆરએફ સહિતની ટીમો સ્ટેન્ડ બાય છે. વધારે વરસાદ કે પાણી આવવાની સ્થિતીમાં તુરત જ મદદ માટે તૈયાર હશે. ધાનેરાથી રાજસ્થાનને જોડતા જડીયા માર્ગ પણ વધારે વરસાદમાં ધોવાઈ ગયો હતો. જેને લઈ વિસ્તારમાં વાહન વ્યવહારને અસર થઈ હતી.
Published On - 4:09 pm, Sun, 18 June 23