Banaskantha : થરાદ અને ધાનેરામાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી, વાવાઝોડા પછીની તબાહીનાં આકાશી દ્રશ્યો, જુઓ Video

|

Jun 18, 2023 | 6:44 PM

વાવાઝોડાને કારણે ડીસાના ગ્રામીણ વિસ્તારોમાં લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે. બિપરજોય વાવાઝોડું અને તે બાદ થયેલા વરસાદના તબાહીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. સર્વત્ર જળબંબાકારને પગલે માલમિલકતનું કરોડોનું નુકસાન થયું છે.

Cyclone Biporjoy : બનાસકાંઠામાં (Banaskantha) વાવાઝોડા પછીની તબાહીનાં આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. થરાદ અને ધાનેરામાં જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી થયા છે. અનેક વિસ્તારોના ખેતરોમાં 5 ફૂટથી વધુ પાણી ભરાયાં છે. ડીસાના ગ્રામીણ વિસ્તારોમાં લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે. મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં અનેક ગામો સંપર્ક વિહોણા હતા. સર્વત્ર જળબંબાકારને પગલે જાનમાલનું કરોડોનું નુકસાન થયું છે. તબાહીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.

આ પણ વાંચો : ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને સુભદ્રાજીના વાઘા તૈયાર, મનમોહક રહેશે ભગવાનનું રૂપ, જુઓ Video

બિપરજોય વાવાઝોડાએ કચ્છ બાદ સૌથી વધુ વિનાશ બનાસકાંઠામાં વેર્યો છે. ત્યારે બેહાલ બનાસમાં તોફાની પવનોએ બનાસકાંઠાને વેરવિખેર કરી નાખ્યું છે. ક્યાંક મકાનના પતરા ઉડ્યાં, તો ક્યાંક ગામ અને ખેતરો બેટમાં ફેરવાયા, ક્યાંક આખેઆખા રોડ પાણીમાં ગરકાય થયાં. તો ક્યાંક રેલવેના પાટા રફેદફે જોવા મળ્યા. ધાનેરામાં ભારે પવનના પગલે એક વ્યક્તિ સહિત 20 પશુઓના મોત નિપજ્યા છે. જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે રેલ નદીનું પાણી ધાનેરા અને થરાદના ગામોમાં ફરી વળ્યું છે.

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video