Rathyatra 2023 : ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને સુભદ્રાજીના વાઘા તૈયાર, મનમોહક રહેશે ભગવાનનું રૂપ, જુઓ Video

Rathyatra 2023 : ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને સુભદ્રાજીના વાઘા તૈયાર, મનમોહક રહેશે ભગવાનનું રૂપ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2023 | 5:31 PM

અમદાવાદમાં અષાઢી બીજના દિવસે જગતના નાથની રંગેચંગે રથયાત્રા નીકળશે. મામાના ઘરેથી નિજ મંદિરમાં પરત ફર્યા બાદ બહેન સુભદ્રા અને ભાઇ બલરામની આંખો પર પાટા બાંધવામાં આવ્યા હતા. નેત્રોત્સવ બાદ ધ્વજારોહણ વિધિ કરવામાં આવી હતી.

Ahmedabad Rathyatra 2023 : ભક્તો આતુરતાથી ભગવાન જગન્નાથની રથયાત્રાની રાહ જોઈને બેસ્યા હતા, તે ઘડી હવે આવી ચૂકી છે. અષાઢી બીજના દિવસે નાથની રંગેચંગે રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે ભગવાન  જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ યોજાઈ. મામાના ઘરેથી નિજ મંદિરમાં પરત ફર્યા બાદ બહેન સુભદ્રા અને ભાઇ બલરામની આંખો પર પાટા બાંધવામાં આવ્યા હતા. નેત્રોત્સવ બાદ ધ્વજારોહણ વિધિ કરવામાં આવી હતી.

બીજી તરફ સાધુ સંતો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જયાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાને નીતિન પટેલે સાધુ-સંતોને વસ્ત્રદાન અર્પણ કર્યું. રથયાત્રાને લઈ જગન્નાથ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.

આ પણ વાંચો : 146મી જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ, સીએમ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક યોજી

અમદાવાદની 146મી રથયાત્રાને લઇને પ્રશાસન સજ્જ છે. ભગવાનની રથયાત્રા પહેલા પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું. પોલીસે યાત્રાના 22 કિલોમીટર સુધીના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. ભગવાન જગન્નાથજીની યાત્રામાં ભક્તોનું ધ્યાન રાખવા 25 વોચ ટાવર પર પોલીસ તૈનાત રહેશે. ડ્રોન, થ્રિડી મેપિંગ, CCTV કેમેરા અને એન્ટી ડ્રોન ગન સાથે પોલીસ ખડેપગે રહેશે અને 15 હજારથી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે . રથયાત્રા દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ન બને માટે સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">