Banaskantha Video: દાંતાના 42 ખેડૂતો સાથે ટ્રેક્ટર ખરીદી આપવાના નામે છેતરપિંડી, આરોપી પોલીસ સકંજામાં આવ્યો
બનાસકાંઠાના દાંતા તાલુકાના 42 ખેડૂતો સાથે ટ્રેક્ટરની ખરીદી (Tractor Purchase Fraud) કરી આપવાના નામે એક વ્યક્તિએ છેતરપિંડી આચરી હતી. આ આરોપી હવે પોલીસ સકંજામાં આવી ગયો છે. પોલીસે ખેડૂતો સાથે છેતરપિંડી કરનાર બેરૂ નામના આરોપીની ધરપકડ કરી છે.
Banaskantha : ખેડૂતો પણ હવે છેતરપિંડીનો (Fraud) ભોગ બનવાથી બાકાત નથી રહેતા. બનાસકાંઠાના દાંતા તાલુકાના 42 ખેડૂતો સાથે ટ્રેક્ટરની ખરીદી (Tractor Purchase Fraud) કરી આપવાના નામે એક વ્યક્તિએ છેતરપિંડી આચરી હતી. આ આરોપી હવે પોલીસ સકંજામાં આવી ગયો છે. પોલીસે ખેડૂતો સાથે છેતરપિંડી કરનાર બેરૂ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ દાંતાના આદિવાસી ખેડૂતોને આરોપીએ લાલચ આપી છેતરપિંડી કરી હતી. ખેડૂતોને ટ્રેક્ટરના હપ્તા ભરવા અને મહિને 20 હજાર રૂપિયા આપવાની લાલચ આપી હતી અને ખેડૂતોના દસ્તાવેજ મેળવી 52 ટ્રેક્ટરની ખરીદી કરી હતી.
આ પણ વાંચો-Panchmahal Video : પાવાગઢમાં મંદિરના ગર્ભગૃહમાં પણ તિરંગો લહેરાયો, ભક્તોએ મંદિરમાં રાષ્ટ્રગીત ગાયુ
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો