બનાસકાંઠાના (Banaskantha)સરહદી વિસ્તાર ભાભરમાં (Bhabhar) ત્રીજી લહેર (Corona) પહેલા અગમચેતીના રૂપે વેન્ટિલેટર બેડ (Ventilator bed)શરૂ કરવામાં આવ્યા છે. ભાભર ખાતે 10 વેન્ટિલેટર બેડ અને 17 ઓક્સિજન બેડની શરૂઆત કરાઇ છે. વાવના પૂર્વ ધારાસભ્ય અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ આ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. વાવ, સૂઇગામ, દિયોદર સહિત અન્ય તાલુકાના લોકોને ભાભર ખાતે RTPCR રિપોર્ટ કરવાની સગવડ મળી રહેશે.
હાલ બનાસકાંઠા જિલ્લામાં 800થી વધારે કોરોના એક્ટિવ કેસ છે. જેથી કોરોનાની સંભવિત સ્થિતિને ધ્યાનમાં લઈને જિલ્લામાં કોરોના દર્દીઓ માટેના અલગ બેડ, ઓક્સિજન ટેન્ક, ઓક્સિજન કોન્સન્ટ્રેટર સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. બનાસ મેડીકલ કોલેજ- મોરીયા અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે RTPCR ટેસ્ટ માટેની લેબ કાર્યરત છે. જેમાંથી રિપોર્ટ ઝડપથી મળે તે માટે ૩ શીફ્ટમાં સ્ટાફ કામ કરે છે.
થરાદ સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પીટલ ખાતે RTPCR ટેસ્ટ માટેની લેબ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ડીસા અને યાત્રાધામ અંબાજી ખાતે પણ RTPCR ટેસ્ટ માટેની લેબ શરૂ કરવાનું આયોજન છે. ૨.૭ લાખ એન્ટીજન કીટનો જથ્થો ઉપલબ્ધ છે.જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ માટે 750 જેટલી ટીમો કામ કરી રહી છે. આ ઉપરાંત શહેરી વિસ્તારોમાં ધન્વંતરી આરોગ્ય રથ લોકોના ઘેર ઘેર જઇ સારવાર પુરી પાડે છે.
આ પણ વાંચો : Ahmedabad : કોરોનાના પગલે રેલ્વેમાં મુસાફરોની સંખ્યા ઘટી, ટિકિટ કેન્સલેશન વધ્યું
આ પણ વાંચો : GANDHINAGAR : ડીંગુચા ગામનું એક દંપતી ગાયબ, 10 દિવસ પહેલા ગયા હતા કેનેડા