Banaskantha: સરહદી વિસ્તારોમાં કમોસમીનો કેર, બાજરીના પાકને નુકશાન, જુઓ Video

Banaskantha: સરહદી વિસ્તારોમાં કમોસમીનો કેર, બાજરીના પાકને નુકશાન, જુઓ Video

| Edited By: | Updated on: Jun 04, 2023 | 6:05 PM

રાત્રિ દરમ્યાન પડેલા કમોસમી વરસાદને લઈ બનાસકાંઠામાં બાજરીના પાકમાં મોટું નુકસાન સામે આવ્યું છે. ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવાયો હોય તેવી સ્થિતિ આ વરસાદે ઊભી કરી છે.

Banaskantha: જિલ્લાના સરહદી વિસ્તારમાં મોડી રાત્રીથી લઈને સવાર સુધી ધીમીધારે કમોસમી વરસાદ વરસ્યો. સરહદી વિસ્તારના લાખણી, થરાદ, દિયોદર, કાંકરેજ સહિતના તાલુકાના ગામોમાં કમોસમી વરસાદ થયો. લાખણી તાલુકાના વાસણ, કોટડા, ભાકડિયાલ સહિતના વિસ્તારો સાથે જ થરાદ તાલુકાના મેઘપુરા, રાહ, સીધોતરા સહિતના ગામોમાં વરસાદે ભારે તારાજી વેરી છે. ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદે બાજરીના પાકને મોટું નુકસાન પહોંચાડ્યું છે.

આ પણ વાંચો : MLA ગેનીબેન ઠાકોરે કહ્યુ-પ્રેમ લગન કરનારા મોટા ભાગના યુવાનો ક્રાઇમ સાથે સંકળાયેલા, કડક કાયદાની કરી માંગ

ખેડૂતોનું કહેવું છે કે બાજરીનો પાક લણવાની તૈયારી હતી અને તેવા સમયે વરસાદ આવતા ખેડૂતોને નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદે ઠેર ઠેર વિસ્તારોમાં પાણી પાણી કરી દીધું હતું. એક જ રાતમાં પડેલા વરસાદે ખેડૂતોના સપનાઓ ઉપર પાણી ફેરવી દીધું છે. ઊભા ધાનને વરસાદે નુકશાન પહોંચાડયુ છે.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો