Banaskantha: લગ્નના ઓર્ડર કેન્સલ થતાં મંડપ અને કેટરર્સના વેપારીઓ મુકાયા ચિંતામાં, જાણો શું છે કારણ

|

Jan 10, 2022 | 7:02 AM

રાજ્ય સરકારે કોરોના સંક્રમણ અટકાવવા માટે નવી SOP જાહેર કરી છે. જે મુજબ ફરીથી લગ્ન પ્રસંગોમાં 400થી વધુ લોકો એકત્ર થવા પર પ્રતિબંધ મુકાયો છે. સરકારની આ નવી SOPના કારણે મંડપ અને કેટર્સના ધંધાને મોટું નુકસાન થઈ રહ્યું છે.

ગુજરાતમાં કોરોના (Corona)ના કેસ વધતા રાજ્ય સરકારે કોરોનાની નવી ગાઈડલાઈન (New guideline) જાહેર કરી છે. જેને લઈને મંડપ ડેકોરેટર્સ અને કેટરર્સ (Caterers)ના ધંધા પર અસર પડી રહી છે. પહેલેથી મળેલા લગ્નના ઓર્ડર કેન્સલ થઈ રહ્યા છે. લગ્ન મંડપ અને કેટરર્સના વ્યવસાયકારો ચિંતામાં મુકાયા છે.

નવી ગાઈડલાઈનથી નુકસાન

કોરોનાની ત્રીજી લહેરની શરુઆત થઇ ગઇ છે. બીજી તરફ ઓમિક્રોન વેરિઅન્ટના પણ કેસ વધી રહ્યા છે. જેને લઇને રાજ્ય સરકારે પ્રતિબંધો મુકવાનું શરુ કરી દીધુ છે. રાજ્ય સરકારે કોરોના સંક્રમણ અટકાવવા માટે નવી SOP જાહેર કરી છે. જે મુજબ ફરીથી લગ્ન પ્રસંગોમાં 400થી વધુ લોકો એકત્ર થવા પર પ્રતિબંધ મુકાયો છે. સરકારની આ નવી SOPના કારણે મંડપ અને કેટર્સના ધંધાને મોટું નુકસાન થઈ રહ્યું છે.

લગ્ન મંડપ અને કેટરર્સના ધંધાર્થીઓ ચિંતામાં

ઉત્તરાયણ બાદ લગ્નના સારા મુહૂર્ત છે. અનેક લોકોએ લગ્ન માટેનુ આયોજન કરી રાખ્યુ હતુ. તૈયારીઓના ભાગ રુપે લગ્ન મંડપ અને કેટરર્સના ધંધાર્થીઓની પાસે એડવાન્સ બૂકિંગ પણ કરાવી દીધા હતા. પરંતુ હવે લગ્નની સિઝનના મોટાભાગના ઓર્ડર કેન્સલ થઇ ગયા છે. જેના કારણે લગ્ન મંડપ અને કેટરર્સના ધંધાર્થીઓની ચિંતા વધી ગઇ છે.

વધતા કોરોના કેસના કારણે સરકારની નવી SOP પ્રમાણે 400 થી વધુ લોકો એકત્ર થવા પર પ્રતિબંધ છે. તેથી ધામધૂમથી લગ્ન કરવાની ઇચ્છા ધરાવતા લોકો લગ્ન મોકૂફ રાખી રહ્યા છે. જેની સીધી અસર મંડપ અને કેટર્સના ધંધા પર થઇ છે. એક તો બે વર્ષ બાદ આ ધંધામાં માંડ થોડી ગતિ આવી હતી, પરંતુ ત્રીજી લહેરે ફરી મંડપ અને કેટરર્સના ધંધાર્થીઓને ચિંતામાં મુકી દીધા છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોનાનો મહાવિસ્ફોટ, 6275 કેસ નોંધાયા

આ પણ વાંચોઃ અમદાવાદ કોંગ્રેસમાં થયેલા ભડકાને ડામવા નેતાઓ મેદાનમાં, કહ્યું કોઈ રાજીનામું અપાયું નથી

 

Next Video