Banaskantha Rain : પાલનપુરમાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ, અનેક હાઇવે પાણીમાં ડૂબ્યા,જૂઓ Video

|

Jul 07, 2023 | 10:17 AM

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં પણ ધોધમાર વરસાદને (Rain) કારણે જળબંબાકારની સ્થિતિ ઉભી થઇ છે. ધોધમાર વરસાદને કારણે પાલનપુરમાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે.

Banaskantha : બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં પણ ધોધમાર વરસાદને (Rain) કારણે જળબંબાકારની સ્થિતિ ઉભી થઇ છે. ધોધમાર વરસાદને કારણે પાલનપુરમાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે. શહેરના અનેક રસ્તા પાણીમાં ગળાડૂબ થયા છે. નીચાણાળા વિસ્તારોમાં પણ ચોતરફ પાણી જ પાણી દેખાઇ રહ્યું છે.

આ પણ વાંચો- Gujarati Video : કચ્છ જિલ્લામાં સીઝનનો 94 ટકા વરસાદ વરસી ગયો, સૌરાષ્ટ્રમાં સીઝનનો 53 ટકા વરસાદ થયો

બીજી તરફ અનેક હાઇવે પાણીમાં ડૂબ્યાં છે. આબુરોડ, અમદાવાદ હાઇવે, અંબાજી હાઇવે સહિતના રોડ પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. જેને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં રોડ પર પાણી ભરાવાના કારણે ભારે ટ્રાફિક સર્જાયો. કલાકો સુધી ટ્રકચાલકો ટ્રાફિકમાં અટવાયા હતા.

બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:13 am, Fri, 7 July 23

Next Video