BANASKANTHA : દાડમના ઓછા ભાવોએ ખેડૂતોને રડાવ્યા, એક ખેડૂતે કહ્યું, મરવાનો વારો આવ્યો

BANASKANTHA : દાડમના ઓછા ભાવોએ ખેડૂતોને રડાવ્યા, એક ખેડૂતે કહ્યું, “મરવાનો વારો આવ્યો”

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 9:08 PM

અગાઉ દાડમ 50 થી 70 રૂપિયા પ્રતિકીલો હોલસેલ માર્કેટમાં વેચાતી હતી.પરંતુ આ વર્ષે હોલસેલ માર્કેટમાં 25 થી 35 રૂપિયા મળી રહ્યા છે.જેના કારણે ખેડૂતો મોટી મુશ્કેલી વેઠી રહ્યાં છે.

BANASKANTHA : બનાસકાંઠામાં દર વર્ષે સતત ગગડતા દાડમના ભાવ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. લાખણી અને થરાદ વિસ્તારમાં મોટાપાયે દાડમના બગીચા છે.દર વર્ષે શિયાળામાં દાડમના બગીચામાં દાડમ મોટાપાયે ઉત્પાદન થાય છે.પરંતુ ઓછા ભાવના કારણે ખેડૂતો અને વેપારીઓની મુશ્કેલી વધી છે.દાડમના બગીચામાં વર્ષ દરમ્યાન થતો જંતુનાશક અને ખાતરના ખર્ચ સામે આવક ઘટી રહી છે.અગાઉ દાડમ 50 થી 70 રૂપિયા પ્રતિકીલો હોલસેલ માર્કેટમાં વેચાતી હતી.પરંતુ આ વર્ષે હોલસેલ માર્કેટમાં 25 થી 35 રૂપિયા મળી રહ્યા છે.જેના કારણે ખેડૂતો મોટી મુશ્કેલી વેઠી રહ્યાં છે.

એક સ્થાનિક ખેડૂતે કહ્યું કે ગયા વર્ષે બગીચા દીઠ અઢી લાખની આવક થઇ હતી અને આ વર્ષે આ આવક ઘટીને 80,000 થઇ ગઈ છે, જેની સામે દવાના પૈસા પણ નથી નીકળી રહ્યાં. ગયા વર્ષે 50 રૂપિયાનો ભાવ હતો જે આ વર્ષે 20 રૂપિયા થઇ ગયો છે.

અન્ય એક ખેડૂતે કહ્યું કે છેલ્લા 5 વર્ષથી દાડમનો 100 રૂપિયા ભાવ મળતો હતો, પણ આ વર્ષે 20 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે. આ ખેડૂતે કહ્યું કે દાડમના ઓછા ભાવ મળતા ખર્ચના નાણા પણ નથી નીકળી રહ્યાં, આવામાં દાડમની ખેતી કેવી રીતે કરવી.

તો સ્થાનિક વેપારીએ કહ્યું કે આ વર્ષે દાડમનું ઉત્પાદન બહુ સારું છે, પણ ગયા વર્ષ કરતા આ વર્ષે બહુ મંદી છે. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતથી વેપારીઓ આવે છે. એ લોકોનું કહેવું છે કે તેમને ત્યાં વરસાદ અને ઠંડીને કારણે બજાર મંદ રહે છે, માટે દાડમના ઓછા ભાવ મળે છે.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, નવા 177 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 948 થયા

g clip-path="url(#clip0_868_265)">