Gujarati VIDEO : દારૂની ખેપ મારવી પોલીસ જવાનોને ભારે પડી ! અરવલ્લી પોલીસ વડાએ ત્રણ કોન્સ્ટેબલને કર્યા સસ્પેન્ડ
અકસ્માત બાદ પોલીસ જવાનો દારૂ સગેવગે કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો.તેના આધારે હાલ અરવલ્લી પોલીસ વડાએ હેડ કોન્સ્ટેબલ અર્જુન સિંહ અને બે કોન્સ્ટેબલ જતિન અને વિજય કુમારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે.
Banaskantha : અરવલ્લીમાં માલપુર રોડ પર દારૂ સગે વગે કરવાના કેસમાં ત્રણ પોલીસ જવાનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ પોલીસ જવાનો દારૂ સગેવગે કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. તેના આધારે હાલ અરવલ્લીના SP એ હેડ કોન્સ્ટેબલ અર્જુન સિંહ અને બે કોન્સ્ટેબલ જતિન અને વિજય કુમારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે.
દારૂ સગેવગે કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો
માહિતી મુજબ મોડાસા ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિજય શનાજી પરમાર પાસેથી દારુનો જથ્થો મેળવ્યો હતો. જેને તેઓએ ગાંધીનગરના હાલીસા ખાતે લઈ જવાનો હતો. જ્યાં બુટલેગર કિશન ગોસ્વામીને આપવાનો હતો. જેથી એસઓજીએ આ બંને સામે તપાસની કાર્યવાહી શરુ કરી હતી.
ગુજરાતમાં દારુ બંધી હોવા છતા પણ રાજ્યમાં દારુની રેલમ છેલ જોવા મળે છે. દારૂબંધી માટે પોલીસ સતત તેમની કડક કાર્યવાહી વધારે છે છતા પણ દારુની હેરફેર કરતા બૂટલેગરો અટકતા નથી. થોડા દિવસ પહેલા આવી જ એક ઘટના સામે આવી હતી.
બનાસકાંઠાના અમીરગઢ ચેક પોસ્ટ પાસેથી આર્મીનો જવાન દારૂ સાથે ઝડપાયો હતો.આ આર્મી જવાન જોધપુર થી અમદાવાદ તરફ દારુનો જથ્થો ભરેલી ગાડી લઈ જતા ઝડપાયો હતો. પોલીસે ગાડીમાંથી 420 દારુની બોટલનો જથ્થો જપ્ત કરી હતી.