Banaskantha Breaking News : બનાસકાંઠામાં રોગચાળાએ ઉચક્યું માથું, શરદી-ઉધરસ-તાવના કેસમાં 20થી 25% નો વધારો ! જુઓ Video

| Edited By: | Updated on: Sep 03, 2026 | 12:07 PM

બનાસકાંઠા જિલ્લામાં રોગચાળાએ માથું ઉચક્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી શરદી, ઉધરસ અને તાવના કેસમાં વધારો થતાં જિલ્લાના ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો વધ્યો છે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સવારથી જ સારવાર મેળવવા માટે આવેલા દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે.

પાલનપુર સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં દરરોજ 20થી 25 ટકા દર્દીઓનો વધારો નોંધાઈ રહ્યો છે. હોસ્પિટલમાં મુખ્યત્વે શરદી, ઉધરસ, તાવ અને શરીરમાં દુખાવા જેવા લક્ષણો ધરાવતા દર્દીઓ સારવાર માટે પહોંચી રહ્યા છે. આ દર્દીઓમાં મોટી સંખ્યામાં બાળકો અને વૃદ્ધો પણ રોગચાળાનો ભોગ બની રહ્યા છે.

છેલ્લા 15 દિવસથી જિલ્લામાં વાયરલ ફિવરના કેસમાં સતત વધારો

છેલ્લા 15 દિવસથી જિલ્લામાં વાયરલ ફિવરના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. મિશ્ર ઋતુના કારણે વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાનું તબીબો જણાવી રહ્યા છે. રોગચાળાની સ્થિતિને જોતા ડોક્ટરોએ લોકોને તકેદારી રાખવાની અપીલ કરી છે. કોઈપણ વ્યક્તિને તાવ અથવા શરદી જેવા લક્ષણો જણાય તો ઘરગથ્થુ ઉપાય કરવાને બદલે હોસ્પિટલમાં સારવાર માટે બતાવી દેવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ લોકોને જરૂરી તકેદારી રાખવા અને ડોક્ટરોની સલાહનું પાલન કરવા પણ જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો, Breaking News: 100થી વધુ ફિલ્મોને સંગીત આપનાર પ્રસિદ્ધ સંગીતકાર ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે નિધન

Follow Us
Loading...
Unable to load recommendations.