Banaskantha: ભાચર ગામે સાંસદ પરબત પટેલે કર્યું મતદાન, લોકોને મતદાન કરવા કરી અપીલ

|

Dec 19, 2021 | 10:58 AM

ગ્રામ પંચાયત ચૂંટણીનું (Gram Panchayat Election) મતદાન પુરજોશમાં ચાલુ છે. ત્યારે નેતા અને મંત્રીઓ પણ પોતાના ગામમાં જઈને મત અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.

Gram panchayat election: બનાસકાંઠામાં સાંસદ પરબત પટેલે પોતાના વતનમાં મતદાન કર્યું છે. સવારે તેઓ થરાદ તાલુકાના ભાચર ગામે મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે ગામના વિકાસ માટે તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. સાથે જ તેમણે લોકોને પણ અપીલ કરી કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તેઓ મતદાન કરે.

જણાવી દઈએ કે રાજકોટ જિલ્લામાં જસદણના વીંછીયામાં ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ મતાધિકારનો ઉપયોગ કર્યો. મતદાન બાદ કુંવરજી બાવળિયાએ કટાક્ષ કર્યો હતો કે, કમળો હોય તેને પીળું જ દેખાય તેને વિકાસ ન દેખાય. તેમણે કહ્યું કે, આ ચૂંટણીમાં કેટલાક એવા ઉમેદવાર પણ છે જેને હંમેશા ટીકા જ આવડે છે. જો કે, વીંછીયાની પ્રજા શાણી અને સમજુ છે તેઓ પોતાના સારા સરપંચને ચૂંટી લેશે.

તો આ તરફ ખેડા જિલ્લાના ગામમાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન સિંહ ચૌહાણે (ArjunSinh Chauhan) પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. પોતાના વતન મહેમદાવાદના વાંઠવાડી ગામ ખાતેના મતદાન મથકમાં તેમણે મતદાન કર્યું. આ સાથે સૌને વધુમાં વધુ મતદાન કરવા માટે મંત્રીએ આહ્વાન કર્યું છે. તેમજ નવા મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મત આપવા કહ્યુ.

 

આ પણ વાંચો: Bharuch: વાલિયા તાલુકાના ડહેલી ગામે મતદાન દરમિયાન જૂથ અથડામણ, પાંચ લોકોને પહોંચી ઈજા

આ પણ વાંચો: Panchmahal: આ ગામમાં ગ્રામ પંચાયતનું મતદાન રદ કરવા સરપંચ પદના ઉમેદવારની માગ, જાણો સમાગ્ર વિવાદ

Next Video