Bharuch: વાલિયા તાલુકાના ડહેલી ગામે મતદાન દરમિયાન જૂથ અથડામણ, પાંચ લોકોને પહોંચી ઈજા
Bharuch: ભરૂચમાં મતદાન દરમિયાન ડહેલી ગામમાં 2 જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. જેમાં 5 લોકો હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
Gram panchayat election: ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાન વચ્ચે એક ગામમાં તંગ માહોલ જોવા મળ્યો છે. ભરૂચના વાલિયા તાલુકાના ડહેલી ગામે ઘર્ષણની ઘટના સામે આવી છે. ગામમાં વહેલી સવારે બે જૂથ વચ્ચે અથડામણ થતા ચકચાર મચી ગયો છે. પાંચ લોકોને ઈજા પહોંચતાં સારવાર માટે વાલિયા લઈ જવાયા છે.
માહિતી પ્રમાણે આજે મતદાન દરમિયાન જ ચૂંટણી પ્રચારને લઈને બે પક્ષ સામસામે આવી ગયા હતા. જેમાં બોલાચાલી અને ઘર્ષણ વધતા મારામારી સુધી ઘટના પહોંચી ગઈ હતી. આ સમગ્ર ઘટનામાં કુલ 5 લોકોને ઈજા પહોંચી છે. ત્યારે તેમને આરોગ્યકેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ પોલીસે ત્યાં બંદોબસ્ત ગોઠવી દીધો છે. તો હાલ ગામમાં શાંતિપૂર્ણ વાતાવરણ હોવાનું જાણવા મળ્યું છે.
બીજી તરફ પંચમહાલમાં પણ એક વિવાદ સામે આવ્યો છે. પંચમહાલના મોરવા હડફની વિરાણીયા ગ્રામપંચાયતનું મતદાન રદ કરવા માગ થઈ રહી છે. સરપંચ પદના ઉમેદવારનું ચૂંટણી ચિન્હ બદલાઈ જતા વિવાદ સર્જાયો છે. દાવો છે કે, ઉમેદવારી વખતે તેમને ચૂંટણી ચિન્હ તરીકે ડીઝલ પંપ અપાયો હતો. જો કે, આજે મતદાનના દિવસે ચૂંટણી ચિન્હ પેટ્રોલ પંપ આવ્યું છે. જેને લઈને મતદાન રદ કરવા માગણી થઈ રહી છે.
આ પણ વાંચો: Panchmahal: આ ગામમાં ગ્રામ પંચાયતનું મતદાન રદ કરવા સરપંચ પદના ઉમેદવારની માગ, જાણો સમાગ્ર વિવાદ
આ પણ વાંચો: Rajkot: MLA કુંવરજી બાવળિયાએ મત આપીને કટાક્ષ કર્યો, ‘કમળો હોય તેને પીળું જ દેખાય’, જાણો સમગ્ર વિગત