બનાસકાંઠામાં કિસાન સંઘના નેજા હેઠળ યોજાઈ ખેડૂત અધિકાર મહારેલી, SPની મધ્યસ્થી બાદ કલેક્ટરે સ્વીકાર્યુ આવેદન

બનાસકાંઠામાં કિસાન સંઘના નેજા હેઠળ યોજાઈ ખેડૂત અધિકાર મહારેલી, SPની મધ્યસ્થી બાદ કલેક્ટરે સ્વીકાર્યુ આવેદન

| Edited By: | Updated on: Oct 05, 2026 | 7:50 PM

બનાસકાંઠામાં ભારતીય કિસાન સંઘના ખેડૂતોની મહારેલી યોજાઈ હતી. કલેક્ટરે આવેદનપત્ર ન સ્વીકારતા ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો હતો. કોઝી વિસ્તારમાં ચક્કાજામ કરી રસ્તા રોકી દેવાતા ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.

બનાસકાંઠામાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને આજે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂત અધિકાર મહારેલી યોજાઈ. પાલનપુરના જોડનાપુરા નજીક મોટી સંખ્યામાં ખેડૂતો અને ખેડૂત આગેવાનો એકઠા થયા. રિસરવે, ટ્રેક્ટરની ટ્રોલી પાર્કિંગ, બટાકાની સબસિડી મુદ્દે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો અને બનાસ નદીને નર્મદાની મુખ્ય કેનાલ સાથે જોડવાની માંગ કરી. આ સાથે ખેડૂતોને ટોલ ટેક્સમાંથી મુક્તિ સહિતના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા.

જોડનાપુરા ખાતે મહાસભા યોજાયા બાદ ખેડૂતોએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી તરફ કૂચ કરી. કલેક્ટર કચેરી પહોંચ્યા બાદ મામલો ગરમાયો. ખેડૂતોનું કહેવું હતું કે તેઓ અગાઉથી કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે જાણ કરી ચૂક્યા હતા. તેમ છતાં ખેડૂતોને એક કલાક બેસવા માટે કહેવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા અને કોઝી વિસ્તાર નજીક ખેડૂતોએ જાહેર માર્ગ પર ચક્કાજામ કરી દીધો. ત્યારે જિલ્લા SPએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો. આખરે બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલ પોતે ખેડૂતો વચ્ચે પહોંચ્યા અને આવેદનપત્ર સ્વીકાર્યું.

Breaking News: તહેવારો નજીક આવતા જ ઍરલાઈન કંપનીઓએ શરૂ કરી ઉઘાડી લૂંટ, હવાઈભાડામાં 70% સુધીનો કર્યો વધારો

Published on: Oct 05, 2026 07:48 PM
Follow Us
Loading...
Unable to load recommendations.