ગુજરાતના બનાસકાંઠાના ખેડૂતોની કફોડી હાલત, દાંતીવાડા ડેમનું પાણી સિંચાઇ માટે નહિ મળે

ગુજરાતના બનાસકાંઠાના ખેડૂતોની કફોડી હાલત, દાંતીવાડા ડેમનું પાણી સિંચાઇ માટે નહિ મળે

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 12:47 PM

ગુજરાતના(Gujarat)ગ્રામીણ વિસ્તારોમાં એક તરફ વીજળીની અછતના(Power Crisis)પગલે ખેડૂતોને(Farmers) મોટરથી પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે હવે બનાસકાંઠાના(Banaskantha)ખેડૂતોની હાલત વધુ કફોડી બની છે. એક તરફ વીજળી અછત ને બીજી તરફ હવે દાંતીવાડા ડેમમાંથી(Dantiwada Dam) સિંચાઇ માટે પણ પાણી નહિ મળવાની જાહેરાતથી પાકને પારાવાર નુકશાન થવાની ભીતી છે. જેના લીધે રવી સીઝનમાં પાટણ અને બનાસકાંઠાના ખેડૂતો માટે […]

ગુજરાતના(Gujarat)ગ્રામીણ વિસ્તારોમાં એક તરફ વીજળીની અછતના(Power Crisis)પગલે ખેડૂતોને(Farmers) મોટરથી પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે હવે બનાસકાંઠાના(Banaskantha)ખેડૂતોની હાલત વધુ કફોડી બની છે. એક તરફ વીજળી અછત ને બીજી તરફ હવે દાંતીવાડા ડેમમાંથી(Dantiwada Dam) સિંચાઇ માટે પણ પાણી નહિ મળવાની જાહેરાતથી પાકને પારાવાર નુકશાન થવાની ભીતી છે.

જેના લીધે રવી સીઝનમાં પાટણ અને બનાસકાંઠાના ખેડૂતો માટે સિંચાઈના પાણીને લઈ મુશ્કેલી ઉભી થશે.રવી સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે દાંતીવાડા ડેમનું પાણી મળશે નહીં. જેમાં પિયત માટે પણ રવી સિઝનમાં પાણી આપી શકાય તેવી કોઈ શક્યતા નથી.દર વર્ષે 17 હજાર હેક્ટર જમીનમાં દાંતીવાડા ડેમનું પાણી પહોંચતું હતું. ભૂગર્ભ જળની સમસ્યા વચ્ચે દાંતીવાડા ડેમનું પાણી સિંચાઈ માટે ન મળતા ખેડૂતોની મુશ્કેલી વધશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના ખેડૂતોને શનિવારથી સિંચાઈ માટે પાણી આપવા આવશે.કેબિનેટ બેઠક બાદ શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું, ખેડૂતોને સિંચાઈનું પાણી દર વખતે દિવાળી બાદ છોડવામાં આવે છે પણ આ વખતે દિવાળી પહેલા ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવશે.ત્યારબાદ ખેડૂતોને સિંચાઇનું પાણી તેમને જરૂર હશે ત્યારે છોડવામાં આવશે.

ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં કોલસાની અછતના લીધે વર્તાઇ રહેલી વીજળી અછતના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે જેના પગલે સિંચાઇ નેટવર્ક ધરાવતા વિસ્તારના ખેડૂતોને તેનો સીધો ફાયદો થશે.

આ પણ વાંચો  : વડોદરામાં દિવાળી પૂર્વે આરોગ્ય વિભાગ એક્શનમાં, મીઠાઇ ફરસાણની દુકાનો પર સઘન ચેકિંગ હાથ ધર્યું

આ પણ વાંચો  :અમદાવાદમાં પીસીઆર વાનના પોલીસ કર્મીનો ઉઘરાણી કરતો કથિત વિડીયો વાયરલ

 

Published on: Oct 30, 2021 12:20 PM
g clip-path="url(#clip0_868_265)">