Banaskantha: કાંકરેજના છેવાડે આવેલા કસલપુરા ગામમાં આઝાદીના 75 વર્ષ બાદ પણ પાયાની સુવિધાનો અભાવ

|

Feb 27, 2023 | 11:37 PM

Banaskantha: કાંકરેજના તાલુકાના છેવાડે આવેલા કસલપુરા ગામે આઝાદીના 75 વર્ષ બાદ પણ લોકોને પ્રાથમિક સુવિધાઓ નથી મળી રહી. ગામમાં પાયાની સુવિધાનો પણ સદંતર અભાવ જોવા મળે છે. ના તો રોડ રસ્તાની સુવિધા છે.

વિકસિત ગુજરાતમાં હજુ પણ અનેક એવા અંતરિયાળ વિસ્તાર છે કે જ્યાં પ્રાથમિક સુવિધાનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. આવુ જે એક ગામ છે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાનું છેવાડાનું ગામ કસલપુરા ગામ. 1,700થી વધુની વસ્તી ધરાવતા આ ગામને આમ તો ત્રણ રસ્તા જોડે છે. જેમાં બે માર્ગો પાટણ જિલ્લા તરફ અને એક માર્ગ બનાસકાંઠા જિલ્લા તરફ છે પણ કમનસિબે ત્રણેય રસ્તાઓ બિસ્માર હાલતમાં છે.

ગામમાં આરોગ્યની સુવિધાનો અભાવ

બિસ્માર રસ્તાના કારણે ગામમાં 108 કે કોઈ ખાનગી વાહનોની સુવિધા મળતી નથી. ઈમરજન્સીમાં અને મહિલાઓની પ્રસુતિના સમયે ગ્રામજનો લાચારીનો અનુભવ કરી રહ્યા છે. છેલ્લા 5 વર્ષથી બિસ્માર રસ્તાની ફરિયાદો કરી કરીને ગ્રામજનો થાકી, હારી ગયા છે, પરંતુ નિષ્ઠુર તંત્રનું પેટનું પાણી હલતુ નથી.

બીજી તરફ સ્થાનિકોની વારંવાર રજૂઆતને ધ્યાને લઈને કાંકરેજ મામલતદારે સમસ્યાનું નિરાકરણ લાવવા બાંહેધરી આપી છે. તેમને જણાવ્યું છે કે બિસ્માર રસ્તાને લઈને R & B વિભાગ સાથે વાત કરી છે અને પંચાયતમાં પણ મનરેગા હેઠળ કામગીરી બાબતે ચર્ચા કરાઈ છે અને ટૂંક સમયમાં સમસ્યાનું સુખદ નિરાકરણ લાવવાની મામલતદારે હૈયાધારણા આપી છે.

આ પણ વાંચો: Gujarati Video : બનાસકાંઠાની કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત, દાંતીવાડા કેનાલમાં ગાબડુ પડતા પાણી ખેતરોમાં ઘુસ્યા

આઝાદીના 75 વર્ષ બાદ પણ કાસલપુરા ગામમાં વિકાસના કોઈ કામો થતા નથી. અંતરિયાળ એવા ગામમાં લોકો પાયાની સુવિધા માટે ઝંખી રહ્યા છે. અનેકવારની રજૂઆત છતા ગામમાં રોડ રસ્તાના કામો થતા નથી.

Next Video