Banaskantha: ભર ઉનાળે ધાનેરામાં પીવાના પાણીની તંગી, સતત 2 દિવસ પાણી ન આવતા ટેન્કર મગાવવા થયા મજબુર- Video

| Edited By: | Updated on: May 07, 2026 | 3:23 PM

બનાસકાંઠાના ધાનેરામાં ભર ઉનાળે પાણીની તીવ્ર તંગી સર્જાઈ છે, જેના કારણે નગરજનો ₹2000 ખર્ચી ટેન્કર મંગાવવા મજબૂર છે. નર્મદા કેનાલ પાઈપલાઈન સમારકામને લીધે બે દિવસથી પાણી ન આવતા લોકો પરેશાન છે.

બનાસકાંઠાનું ધાનેરા ભર ઉનાળામાં પાણી માટે તરસી રહ્યું છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે લોકો 2 હજાર રૂપિયા ખર્ચીને ટેન્કર વડે પાણી મંગાવવા મજબૂર થયા છે. મહત્વનું છે કે નર્મદા કેનાલની પાઈપ લાઈનનું સમારકામ ચાલુ હોવાના લીધે ધાનેરામાં પાણીની અછત સર્જાઈ છે. ત્યારે સતત 2 દિવસથી પાણી ન આવતા નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

નગરજનોનું કહેવું છે કે કેનાલની પાઈપ લાઈનની કામગીરીનું સમારકામ ચાલુ હોવાના લીધે સમગ્ર ધાનેરામાં પાણી કાપ લાગુ કરવામાં આવ્યો છે. તંત્રએ એક ટાઈમ પાણી આપવાની જાહેરાત કરી હતી. પરંતું દિવસમાં એકવાર પણ પાણી ન આવતાં લોકો મોંઘા દરે પાણી ખરીદવા મજબૂર થયા છે. આ સાથે જ ધાનેરાના કુલ 8 પૈકી એક જ બોર કાર્યરત છે. ત્યારે સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે નારાજગી જોવા મળી રહી છે..

મહત્વનું છે કે ચૂંટણી પત્યાના થોડા જ દિવસ બાદ પાણીની સમસ્યા સર્જાઈ છે. ત્યારે લોકો રીક્ષા અને ખાનગી વાહનોમાં દૂર-દૂરથી પાણી લાવવા માટે મજબૂર થયા છે. જો કે અધિકારીનું કહેવું છે કે ટૂંક સમયમાં પાણી કાપ દૂર કરીને રાબેતા મુજબ પાણી આપવામાં આવશે.

ગુજરાતના ‘રોડ ટુ હેવન’ ના આનંદ મહિન્દ્રા પણ થયા મુરીદ, દિલ ખોલીને કરી પ્રશંસા, જાણો ક્યાં આવ્યો છે આ માર્ગ?

Published on: May 07, 2026 03:23 PM
Follow Us