બનાસકાંઠા : CM ભૂપેન્દ્ર પટેલની સાદગી જોવા મળી, સામાન્ય લોકો સાથે ચાય પે ચર્ચા કરી

|

Apr 08, 2022 | 7:43 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સહજ સરળ અને નિખાલસ વ્યક્તિત્વનો અંબાજી ધામ નજીકના કોટેશ્વરના ગ્રામજનો અને બાળકોને આજે અદકેરો અનુભવ થયો. મુખ્યમંત્રી કોટેશ્વર મહાદેવમાં પૂજન અર્ચન કરી ગબ્બર ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો સહિતના વિકાસ કામોના લોકાર્પણ માટે જઈ રહ્યા હતા.

બનાસકાંઠા :  ફરી એકવાર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (CM Bhuendra Patel) સાદગી જોવા મળી. મુખ્યમંત્રીએ સામાન્ય લોકો સાથે ચાય પે ચર્ચા કરી હતી. અંબાજીના (Ambaji) કોટેશ્વરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો સહજ, સરળ અને નિખાલસ વ્યક્તિત્વ જોવા મળ્યું. અંબાજીના કોટેશ્વર મહાદેવમાં પૂજન અર્ચન કરી ગબ્બર ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો (Light and sound show)સહિતના વિકાસ કામોના લોકાર્પણ માટે સીએમ જઈ રહ્યા હતા. દરમિયાન તેમને રસ્તામાં આદિવાસી લોકો સાથે ચા નાસ્તો કર્યો હતો. અને લોકોના અભિપ્રાય મેળવ્યો હતો, તો બીજી તરફ સ્થાનિક લોકો મુખ્યમંત્રીને પોતાની સાથે બેઠા જોઈ ઉત્સાહિત જોવા મળ્યાં હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સહજ સરળ અને નિખાલસ વ્યક્તિત્વનો અંબાજી ધામ નજીકના કોટેશ્વરના ગ્રામજનો અને બાળકોને આજે અદકેરો અનુભવ થયો. મુખ્યમંત્રી કોટેશ્વર મહાદેવમાં પૂજન અર્ચન કરી ગબ્બર ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો સહિતના વિકાસ કામોના લોકાર્પણ માટે જઈ રહ્યા હતા. માર્ગમાં આવતી એક દુકાને તેઓ સામાન્ય નાગરિકની જેમ જ અચાનક ઉભા રહી ગયા અને એક વડીલ સાથે પોતીકા ભાવથી વાતચીત કરી તેમના ખબર અંતર પૂછ્યા અને અહીં જે બાળકો હતા તેમની સાથે પણ વડીલ ભાવે સંવાદ કરી તેમના શિક્ષણ, શાળાની સુવિધા જેવી બાબતે પ્રાથમિક માહિતી મેળવી હતી. ભૂપેન્દ્ર પટેલે ગ્રામજનો સાથે ગ્રામજન બની ચાની ચૂસકી લીધી અને નાસ્તો પણ કર્યો હતો. આ દરમિયાન મંત્રી અરવિંદ રૈયાણી, મુખ્યસચિવ પંકજ કુમાર પણ તેમની સાથે જોડાયા હતા.

આ પણ વાંચો :ગૃહમંત્રીએ કેમ ગુજરાત ઉચ્ચ પોલીસ અધિકારીઓને ટકોર કરી અને કાર્યવાહી કરવા સુધીની પણ વાત કરી

આ પણ વાંચો : કેન્દ્રનો મહારાષ્ટ્ર સરકારને પત્ર, કંજુરમાર્ગને બદલે આરેમાં જ બને મેટ્રો કાર શેડ, સાથે જ જલ્દી કામ પુરું કરવાની સલાહ

Published On - 7:39 pm, Fri, 8 April 22

Next Video