Banaskantha : છ વર્ષ બાદ અંબાજીના માનસરોવરમાં નવા નીર આવતા છલકાયું

Banaskantha : છ વર્ષ બાદ અંબાજીના માનસરોવરમાં નવા નીર આવતા છલકાયું

| Edited By: | Updated on: Aug 23, 2022 | 6:40 PM

બનાસકાંઠાના અંબાજીનું (Ambaji)  માનસરોવર છલકાયું છે. જેમાં 6 વર્ષ બાદ વરસાદી પાણીથી માનસરોવરમાં નવા નીર આવ્યા છે. તેમજ 90 ફૂટ જેટલું ઉંડો માનસરોવર કુંડ પણ છલકાયો છે.

ગુજરાત (Gujarat)  અને રાજસ્થાનમાં સતત વરસી રહેલા વરસાદ(Rain) બાદ રાજ્યના જળાશયોમાં નવા નીર આવ્યા છે. તેમજ અનેક ડેમોમાં પાણીની આવક પણ વધી છે. જેમાં બનાસકાંઠાના અંબાજીનું (Ambaji)  માનસરોવર છલકાયું છે. જેમાં 6 વર્ષ બાદ વરસાદી પાણીથી માનસરોવરમાં નવા નીર આવ્યા છે. તેમજ 90 ફૂટ જેટલું ઉંડો માનસરોવર કુંડ પણ છલકાયો છે.

જેમાં માનસરોવરના પુજારી દ્વારા ફૂલ અને શ્રીફળ પધરાવી વધામણા કર્યા હતા. તેમજ માનસરોવરમાં પાણી ભરાતા આજુબાજુના હેન્ડપંપ તેમજ કૂવા રિચાર્જ થયા છે. આ ઉપરાંત અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની વાવમાં માનસરોવરની સપાટી વધતા તળ ઉંચા આવે છે. જેમાં માનસરોવરમાં પાણી ભરાતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ ઉપરાંત બનાસકાંઠાની દાંતા તાલુકાની અર્જુન નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. જેમાં ઉપરવાસમાં 2 કલાકમાં ધમાકેદાર 2 ઈંચ વરસાદ પડતા નદીમાં પાણીની જંગી આવક થઈ છે. નદીમાં પાણીની આવક થતા મોક્તેશ્વર ડેમ પણ પાણીથી ભરાઈ જશે. તો બીજી તરફ ધોધમાર પડી રહેલા વરસાદના પગલે ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયું હતું. જેના કારણે પાકમાં નુકશાન જવાની ભિતી સેવાઈ રહી છે.

 

Published on: Aug 23, 2022 06:37 PM