Gandhinagar : વર્ષ 2024ની ચૂંટણી પહેલા ભાજપે પાર્ટીને વધુ મજબૂત કરવાની શરૂઆત કરી દીધી છે. ભાજપમાંથી (BJP) છેડો ફાડીને ગયેલા નેતાઓને પણ પાર્ટીમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. જે.પી. પટેલ અને ઉદયસિંહ ચૌહાણ ભાજપમાં જોડાયા છે. ગાંધીનગર કમલમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે બંનેને કેસરી ખેસ અને ટોપી પહેરાવીને તેમનું ભાજપમાં સ્વાગત કર્યું.
આ પણ વાંચો-Gir Somnath : વાવાઝોડાને લઈને વેરાવળ બંદર પર ભયસૂચક સિગ્નલ લગાવાયું, માછીમારોને દરિયો ન ખેડવા સૂચન
બંને નેતાઓ ભાજપમાં જોડાવાને લઈ ભાજપના ઉપાધ્યક્ષ જયંતિ કવાડિયાએ કહ્યું કે, જેપી પટેલ મૂળ ભાજપના કાર્યકર્તા છે અને ભૂતકાળમાં કરેલી ભૂલ સમજાતા પાર્ટીએ તેમને સ્વીકાર્યા છે. અન્ય જે લોકો અપક્ષ લડ્યા હતા, તેમને પોતાની ભૂલ સમજાશે અને પાર્ટીને યોગ્ય લાગશે તો તેમને પરત લેવામાં આવશે. તેમણે કહ્યું કે, AAPમાંથી સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન પ્રકરણ જોઈને લાગણી દુભાતા ઉદયસિંહ AAP છોડીને ભાજપમાં જોડાયા છે.
મહત્વનું છે કે લુણાવાડાથી અપક્ષ ચૂંટણી લડનારા જે.પી. પટેલે ચૂંટણીમાં ટિકિટ ન મળતાં ભાજપ છોડી દીધુ હતું. તેઓ અગાઉ મહિસાગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતા હતા. આ ઉપરાંત બાલાસિનોરથી ઉદયસિંહ ચૌહાણે વિધાનસભા સીટ માટે બાલાસિનોરથી AAPમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો