Rajkot : બાલાજી મંદિરનો વિવાદ, ગેરકાયદેસર બાંધકામનો રિપોર્ટ જિલ્લા શિક્ષણ અધિકારીએ કલેક્ટરને સોંપ્યો, જુઓ Video

| Edited By: | Updated on: Apr 27, 2023 | 8:17 AM

રાજકોટના બાલાજી મંદિરનો વિવાદ સામે આવ્યો છે. જેમાં શ્રદ્ધાળુએ બાલાજી મંદિરના સંચાલકો પર ગેરકાયદેસર બાંધકામ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે.

રાજકોટ બાલાજી મંદિરના વિવાદ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કલેક્ટરને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. તો બીજી તરફ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર વિવાદ મામલે હાઇકોર્ટ દ્વારા કલેક્ટરને તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. આ સમગ્ર મામલાની તપાસ 4 સપ્તાહમાં પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચો : Rajkot : વિપક્ષ પદ ગયા બાદ કોંગ્રેસે શાસક પક્ષને કર્યા સવાલ, કહ્યુ જો સંખ્યા બળ ન હતું તો બે વર્ષ પહેલા પદ કેમ આપ્યું ?

મહત્વનું છે કે બાલાજી મંદિરના સંચાલકોએ ગેરકાયદે બાંધકામ કર્યું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. જે તે સમયે રાજ્ય સરકારે દ્વારા બાલાજી મંદિરને શૈક્ષણિક કાર્ય હેતુ માટે જગ્યા આપવામાં આવી હતી. જેનો એક માત્ર હેતુ શિક્ષણકાર્યનો હતો. પરંતુ શ્રદ્ધાળુઓનો આરોપ છે કે જગ્યા મળ્યા બાદ મંદિર સંચાલકોએ બાળકો માટેના ગ્રાઉન્ડમાં ગેરકાયદે બાંધકામ કર્યું છે. RMCના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા હજુ સુધી ટ્રસ્ટને બાંધકામ માટે કોઇ જ મંજૂરી આપવામાં ન આવી હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…