Mehsana: બહુચરાજી માતાજીના શણગારમાં શોભે છે 300 કરોડથી વધુની કિંમતનો નવલખો હાર, જુઓ Video
પ્રસિદ્ધ બહુચરાજી મંદિરમાં માતાજીને ત્રણ અબજ રુપિયાની કિંમતનો નવલખો હાર શણગારમાં સજાવવામાં આવે છે. હારની કિંમત ત્રણ અબજ રુપિયાની એટલે કે ત્રણસો કરોડ રુપિયાની છે. આ હાર ત્રણ સદી પૂર્વે માતાજીને ભેટ ધરવામાં આવ્યો હતો. માનાજીરાવ ગાયકવાડને પાઠાનો રોગ મટી જવાને લઈ તેઓએ માતાજીના ચરણોમાં કિંમતી નવલખા હારને ભેટ ધર્યો હતો. અહીં માતાજીના હારને દર વર્ષે વિજ્યાદશમીના દિવસે બહુચરાજી માતાને પહેરાવવાની પરંપરા છે.
પ્રસિદ્ધ બહુચરાજી મંદિરમાં માતાજીને ત્રણ અબજ રુપિયાની કિંમતનો નવલખો હાર શણગારમાં સજાવવામાં આવે છે. હારની કિંમત ત્રણ અબજ રુપિયાની એટલે કે ત્રણસો કરોડ રુપિયાની છે. આ હાર ત્રણ સદી પૂર્વે માતાજીને ભેટ ધરવામાં આવ્યો હતો. માનાજીરાવ ગાયકવાડને પાઠાનો રોગ મટી જવાને લઈ તેઓએ માતાજીના ચરણોમાં કિંમતી નવલખા હારને ભેટ ધર્યો હતો. અહીં માતાજીના હારને દર વર્ષે વિજ્યાદશમીના દિવસે બહુચરાજી માતાને પહેરાવવાની પરંપરા છે. આ હારની કિંમતને પાંચેક વર્ષ અગાઉ ઝવેરીઓ દ્વારા આંકવામાં આવી હતી. ત્રણસો કરોડ કિંમત હોવાને લઈ વર્ષમાં માત્ર એક જ વાર પહેરાવવામાં આવે છે. આ દિવસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવતો હોય છે.
આ પણ વાંચોઃ અરવલ્લી જિલ્લામાં એક માસમાં 388 લોકોને શ્વાને બચકાં ભર્યા, 5 વર્ષની બાળકીને અમદાવાદ ખસેડાઈ
સુંદર આ હાર ત્રણસો વર્ષ જુનો છે. જેને વર્ષ 1839માં માનાજીરાવ ગાયકવાડે માતાજીના ચરણોમાં ધર્યો હતો. સફેદ, લીલા અને વાદળી રંગના નીલમથી તૈયાર કરવામાં આવેલ આ હાર અદ્ભૂત લાગે છે. હારમાં જડવામાં આવેલ પ્રત્યેક નીલમનુ મુલ્ય લાખો-કરોડોમાં છે. જેને સલામત રીતે સાચવવામાં આવે છે. ત્રણ પોલીસના ઉચ્ચ અધિકારીઓ હારની સલામતી માટે વિશેષ ઉપસ્થિત મંદિરે રહેતા હોય છે. માતાની પવિત્ર મુર્તીને હારનો શણગાર કરવામાં આવતા નવલખો હાર સુંદર અને અદ્ભૂત જોવા મળતો હોય છે.