રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ત્રણ દિવસ સુધી કરી માવઠાની આગાહી-Video

|

Jan 31, 2025 | 5:20 PM

રાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ત્રણ દિવસ સુધી માવઠાની આગાહી કરી છે. જેના કારણે જીરાના પાકમાં કાળિયો રોગ આવી જવાની શક્યતા છે.

રાજ્યમાં વધુ એક માવઠાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. રાજ્યમાં 3,4 અને 5 ફેબ્રિુઆરીએ માવઠુ પડી શકે છે. જીરાના પાકને માવઠાની અસર થતા કાળિયો રોગ આવવાની શક્યતા છે. વાતાવરણમાં ફેરફારને લીધે મોડા આવેલા ઘઉંમાં પણ ઈયળ પડી શકે છે. મકાઈ અને મોડી વાવેલી તુવેરમાં પણ લીલી ઈયળનો રોગ જોવા મળી શકે છે. મોટાભાગના શિયાળુ પાકને ખરાબ અસર થવાની શક્યતા છે.

રાજ્યમાં દાહોદ, વડોદરા, આણંદ, ખંભાત, ભાવનગર , અને કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. પંચમહાલ અને વડોદરાના આસપાસના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની સભાવના છે. અરબી સમુન્દ્ર અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે આ કમોસમી વરસાદની સભવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અન્ય સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના છે.

આ તરફ રાજ્યના હવામાન વિભાગે રાજ્યમાં વાતાવરણ સુકુ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદની શક્યતા નહિવત છે. બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે પરંતુ રાજ્ય પર તેની કોઈ અસર નહીં જોવા મળે. રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકુ રહેશે. હાલ ઉત્તર પશ્ચિમ પવન ફુંકાઈ રહ્યા છે. રાજ્યમાં લઘુતમ તાપમાન સામાન્ય રહેશે.

Liver Problem : લીવર ફેટી થયા પછી શરીરમાં કયા લક્ષણો દેખાય ?
શું દહીં ખાવાથી સુગર લેવલ વધે છે?
Shabar Mantra : હનુમાનજીનો સૌથી પ્રિય સાબર મંત્ર, જાણો તેના ચોંકાવનારા ફાયદા
પાકિસ્તાન કે ઈરાન નહીં, ભારતના આ પાડોશી દેશને નફરત કરે છે આખી દુનિયા
તમારા રસોડામાં રહેલી આ વસ્તુ ગરોળીને ઉભી પૂંછડીએ ઘરની બહાર ભગાડશે
AC માંથી ટપકવા લાગ્યું છે પાણી? લીકેજ રોકવા બસ કરી લો આટલું

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article