Ahmedabad: 'સરકારના પેટનું પાણી નહીં હલે તો હડતાલ પર ઉતરીશું': CNG ભાવ વધારા પર રિક્ષાચાલકોની ચીમકી

Ahmedabad: ‘સરકારના પેટનું પાણી નહીં હલે તો હડતાલ પર ઉતરીશું’: CNG ભાવ વધારા પર રિક્ષાચાલકોની ચીમકી

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 4:26 PM

છેલ્લા કેટલાક દિવસોમાં CNG નો ભાવ ખુબ વધ્યો છે. ત્યારે આ બળતણથી જેમનું જીવન નભે છે એવા રિક્ષાચાલકો આ ભાવ વધારાથી ખુબ ત્રસ્ત છે. ચાલો જાણીએ તેમની માંગ.

Ahmedabad: CNG ના ભાવમાં 10 દિવસમાં કિલોએ 5.19 રૂપિયાનો ભાવ વધારો (CNG Price hike) થતા લોકો પરેશાન થયા છે. એમાં પણ ખાસ કરીને રિક્ષાચાલકો (Auto drivers) CNG ના ભાવ વધારાથી પરેશાન થયા છે. જેની રોજીરોટી જ આ બળતણ પર ચાલે છે તેઓ ભાવ વધારાથી ત્રસ્ત છે. સીએનજી ભાવ વધ્યો છે તો બીજી તરફ રીક્ષા ભાડું ન વધારવામાં નથી આવ્યું. આવામાં રીક્ષા ચાલકો પરેશાન થયા છે.

જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં અંદાજીત 2 લાખથી વધુ રીક્ષા ચાલક છે. જેમનું ઘર રીક્ષા થકી થતી આવક પર નભેલું છે. ત્યારે આ પરિવારોને સીએનજી ભાવ વધારાની અસર પહોંચી છે. આ બાબતે રીક્ષા ચાલકોએ વિવિધ વિભાગને રજુઆત કરી છે. છતાં ભાવમાં ઘટાડો ન થતા રીક્ષા ચાલકો નારાજ થયા છે. છેવટે સમગ્ર મામલે સોમવારે પોલીસ કમિશનરને રીક્ષા ચાલકો રજુઆત કરવા જવાના છે. એવામાં રીક્ષા ચાલકોની માગ નહી સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની પણ તેઓએ ચીમકી ઉચ્ચારી છે.

રીક્ષા ચાલકોના એસોસિએશનના પ્રમુખે કહ્યું કે જ્યારે પણ ભાવ વધારવામાં આવે છે અમે રજુઆત કરીએ છીએ. પરંતુ ક્યારેક હકારાત્મક નિર્ણય લેવામાં નથી આવતો. રોજ કમાઈને રોજ ખાનારા આ સામાન્ય માણસની રજૂઆતને સરકાર સમજે તેવી તેમણે આશા વ્યક્ત કરી છે. સાથે જ તેમણે કહ્યું છે કે કમિશનર પાસે રેલી, સભા અને ભૂખહડતાલની પરમિશન લેવામાં આવશે. આ બાદ પણ સરકારના પેટનું પાણી નહીં હલે તો અમે હડતાલ પર ઉતરીશું.

 

આ પણ વાંચો: ભાવનગરમાં હવે રોડની ગુણવત્તાની ચકાસણી માટે આધુનિક લેબ બનાવવામાં આવશે

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલનો અધધધ ભાવ, ટેક્સ ઘટાડીને પ્રજાને રાહત આપવા કેજરીવાલની માંગ, કર્ણાટકના મુખ્યપ્રધાને ટેક્સ ઘટાડવાનો આપ્યો સંકેત

g clip-path="url(#clip0_868_265)">