ગુજરાતમાં ફરી એક વાર સરકાર દ્વારા બનાવવામાં આવેલા આવાસ યોજનાના આવાસો ચર્ચામાં આવ્યા છે. અમદાવાદના થલતેજમાં બંધ પડેલા આવાસ અંગે TV9ના અહેવાલની અસર જોવા મળી છે. જે બાદ તો તંત્રએ કોન્ટ્રાકટરને 5 વર્ષ માટે બ્લેકલિસ્ટ કર્યો છે.
આ સાથે જ નિર્ણય કર્યો છે કે કોન્ટ્રાકટરે કોન્ટ્રાક્ટ માટે ભરેલી તમામ રકમ જમા લેવામાં આવશે. તો સિક્યુરિટી ડિપોઝિટ સહિતની રકમ જમા લેવામાં આવાશે. કોન્ટ્રાકટરે નિયત સમયમાં કામગીરી પૂર્ણ ન કરતા કાર્યવાહી કરવામાં આવી છે. સાંઘાણી ઈન્ફ્રાસ્ટ્રકચરને આવાસ બનાવવાની કામગીરી અપાઇ હતી. બાકી રહેલી કામગીરીનો ખર્ચ કોન્ટ્રાકટર પાસેથી જ વસુલવાનો પણ તંત્રએ નિર્ણય કર્યો છે. તો AMCએ કામગીરી પૂર્ણ કરવા અનેક વખત નોટિસ આપી હતી.