Tapi News : ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી, તાપીના કાંઠા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ, જુઓ Video

| Edited By: | Updated on: Aug 07, 2024 | 1:34 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હોવાના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે. સતત 15 દિવસથી ડેમમાં પાણીની પુષ્કળ આવક થતા ડેમના 4 દરવાજા ખુલ્લા મુકવામાં આવ્યા છે.

Tapi News : હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હોવાના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે. સતત 15 દિવસથી ડેમમાં પાણીની પુષ્કળ આવક થતા ડેમના 4 દરવાજા ખુલ્લા મુકવામાં આવ્યા છે. ડેમનું પાણી તાપી નદીમાં છોડાતા સપાટી વધી શકે છે. જેના પગલે તાપીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે.

બીજી તરફ દાહોદ જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે માછણ ડેમ છલોછલ ભરાયો છે. માછણ ડેમમાં 92 ટકાથી પાણીની આવક થઈ છે. કોઈ પણ સમયે માછણ ડેમ છલકાય તેવી શક્યતા છે. માછણ ડેમની પૂર્ણ સપાટી 277.64 મીટર છે. જ્યારે હાલ માછણ ડેમનું જળસ્તર 277.20 મીટર છે. જો કે નીચાણવાળા વિસ્તારના 7 ગામોને એલર્ટ કરાયા છે.