ભાદર-2 ડેમ ભયજનક સપાટીએ પહોંચ્યો, સતત આવકને લઈ 2 દરવાજા ખોલાયા, જુઓ વીડિયો

|

Jul 22, 2024 | 3:31 PM

ધોધમાર વરસાદને લઈ ધોરાજીનો ભાદર-2 ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. 1969 ક્યુસેક કરતા વધારે પાણીની આવક સતત ચારેક દિવસથી થઈ રહી છે. આમ સતત પાણીની આવકને લઈ ડેમની જળસપાટીમાં વધારો થવાને લઈ ભાદર-2 ના ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને લઈ સ્થાનિક નદીઓમાં પાણીની આવક સતત થઈ રહી છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદને લઈ ધોરાજીનો ભાદર-2 ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. 1969 ક્યુસેક કરતા વધારે પાણીની આવક સતત ચારેક દિવસથી થઈ રહી છે. આમ સતત પાણીની આવકને લઈ ડેમની જળસપાટીમાં વધારો થવાને લઈ ભાદર-2 ના ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમની જળસપાટી હાલમાં 52 મીટર પહોંચી છે. જ્યારે સંપૂર્ણ જળસપાટી 53 મીટર છે. ડેમમાં સોમવારે બપોર સુધી 81.11 ટકા જળ જથ્થો નોંધાયો છે.

ડેમના દરવાજા ખોલવામાં આવતા નિચાણ વાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે અને નદી કાંઠા વિસ્તારમાં સાવચેતી જાળવવા માટે તંત્રએ અપીલ કરી છે. સતત વરસાદને લઈ ડેમની જળસપાટી અને પાણીની આવક પર તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો: પ્રધાન ભીખુસિંહ પરમાર સૌથી છેલ્લે હિંમતનગર સિવિલ પહોંચ્યા, થોડીવારમાં જ પરત ફર્યા, જુઓ વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:30 pm, Mon, 22 July 24

Next Video