Pahalgam Terror Attack : જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ, જુઓ Video

Pahalgam Terror Attack : જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ, જુઓ Video

| Edited By: | Updated on: Apr 26, 2025 | 3:08 PM

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત સરકાર એકશનમાં આવી છે. ગુજરાતમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ પર સરકારની સૌથી મોટી સ્ટ્રાઈક કરવામાં આવી છે.ત્યારે જામનગરમાં રહેતા પાકિસ્તાનીઓને ઘરભેગા કરવાની તૈયારી કરવામાં આવી છે.

પાકિસ્તાની નાગરિકોને લઈ સરકારના અલ્ટિમેટમ બાદ પોલીસ સતર્ક થઈ છે. બાંગ્લાદેશીઓની હયાતી અંગે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે. હાલ જામનગરમાં લોન્ગ વિઝા પર 31 પાકિસ્તાની વસી રહ્યાં છે. વિઝા પર રહેતા પાકિસ્તાનીઓની પોલીસ દ્વારા યાદી તૈયાર કરી છે. લાંબી-ટૂંકી મુદ્દત ધરાવતા 31 પાકિસ્તાની નાગરિકોને પરત જવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે.

હર્ષ સંઘવીએ ઘુસણખોરોને આપી ચેતવણી

હર્ષ સંઘવીએ ગેરકાયદે રહેતા તમામ લોકોએ આગામી બે દિવસમાં સામેથી પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરવાની ચેતવણી આપી છે.  નહીંતર ઘરે ઘરે જઈ પકડી ડિપોર્ટ કરવાનું કામ કરાશે.જે લોકો ઘુસણખોરને આશરો આપશે તેની સામે પણ કડક કાર્યવાહી કરાશે. બંગાળના બોગસ ડોક્યુમેન્ટના આધારે દેશ અને અલગ અલગ રાજ્યમાં તેમજ ગુજરાતમાં આવેલા લોકોના ડોક્યુમેન્ટની તપાસ કરાશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો