Vadodara : ગેરકાયદે 24 બાંગ્લાદેશીને પરત મોકલાશે, ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી, જુઓ Video

Vadodara : ગેરકાયદે 24 બાંગ્લાદેશીને પરત મોકલાશે, ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી, જુઓ Video

| Edited By: | Updated on: May 05, 2025 | 1:48 PM

પહેલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાતભરમાં ઘુસણખોરી કરનાર બાંગ્લાદેશીઓને દેશ બહાર હાંકી કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે વડોદરામાંથી ગેરકાયદે 24 બાંગ્લાદેશઈઓને પરત મોકલવામાં આવશે.

પહેલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાતભરમાં ઘુસણખોરી કરનાર બાંગ્લાદેશીઓને દેશ બહાર હાંકી કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે વડોદરામાંથી ગેરકાયદે 24 બાંગ્લાદેશીઓને પરત મોકલવામાં આવશે. બાંગ્લાદેશી ઘુસણખોરોને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વડોદરાથી પશ્ચિમ બંગાળ ગયેલી ટીમ દ્વારા તપાસ પૂર્ણ કરવામાં આવી છે. 24 બાંગ્લાદેશીઓને હંગામી ડિટેક્શન સેન્ટર પર રખાયા છે. કેન્દ્ર સરકારનો સંપર્ક કરી તમામ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બાંગ્લાદેશીઓને હંગામી ડિટેક્શન સેન્ટર પર રખાયા

બીજી તરફ સુરતનાં બાંગ્લાદેશી બસ્તી તરીકે ઓળખાતા વિસ્તારમાં પોલીસે રહીશોનાં ઓળખ પુરાવાની તપાસ શરૂ કરી છે. પોલીસ કાર્યવાહીથી બચવા બાંગ્લાદેશી ઘુસણખોરો ઘર બંધ કરી ફરાર થયા છે. પોલીસે બાંગ્લાદેશીઓના ઘરના તાળા તોડી તપાસ કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આ વિસ્તારમાંથી 120થી વધુ બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો