Bhavnagar: સંક્રમણ ન વધે તે માટે તંત્ર કરાવી રહ્યુ છે કોરોના ગાઇડલાઇનનો કડક અમલ, 40 હજારથી વધુ માસ્કનું વિતરણ પણ કર્યુ

| Edited By: | Updated on: Jan 16, 2022 | 9:55 AM

ભાવનગર પોલીસ દ્વારા 40 હજારથી વધુ માસ્કનું વિતરણ કરાયુ છે.. અને લોકોને માસ્ક પહેરવા અપીલ પણ કરાઇ છે. હાલ પોલીસ દ્વારા માસ્ક ડ્રાઇવ પણ હાથ ધરાઇ છે.

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસ (Corona case)ને પગલે વહીવટી તંત્ર એક્શનમાં આવી ગયુ છે. ભાવનગર (Bhavnagar)માં કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા કોરોના ગાઇડલાઇન (Corona guideline)નો કડ અમલ કરાવવામાં આવી રહ્યો છે. કોરોનાના નિયમોનું પાલન ન કરતા લોકો પાસેથી પોલીસ દ્વારા દંડ વસુલવામાં આવી રહ્યો છે.

ભાવનગરનું તંત્ર સતર્ક બન્યું

ભાવનગરમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોના કેસ વધતા ભાવનગરનું તંત્ર સતર્ક બન્યું છે. ભાવનગર મનપાની હેલ્થ ટીમ અને જિલ્લા પંચાયતની ટીમો કામે સંક્રમણ વધુ ન ફેલાય તે માટે કામે લાગી છે. લોકો દ્વારા બેદરકારી દાખવવાને કારણે સંક્રમણ વધારે ન ફેલાય તે માટે માસ્ક પહેરવાના નિયમનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે.

40 હજારથી વધુ માસ્કનું વિતરણ

ભાવનગર પોલીસ દ્વારા 40 હજારથી વધુ માસ્કનું વિતરણ કરાયુ છે.. અને લોકોને માસ્ક પહેરવા અપીલ પણ કરાઇ છે. હાલ પોલીસ દ્વારા માસ્ક ડ્રાઇવ પણ હાથ ધરાઇ છે. જેમાં ત્રણ હજાર એક્સો બાસઠ લોકો પાસેથી રૂ. 31.62 લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.

મહત્વનું છે કે ભાવનગર જિલ્લામાં સરેરાશ 250થી વધારે કેસ આવી રહ્યાં છે. ત્યારે પરિસ્થિતી વધારે વણસે તે પહેલાં કડક વલણ અપનાવવામાં આવ્યું છે અને માસ્ક ન પહેરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી પણ હાથ ધરાઇ છે.

આ પણ વાંચોઃ

પૂનમે ભક્તોની ભીડ ઉમટવાની સંભાવનાને પગલે રાજ્યના કેટલાક મંદિરો રહેશે બંધ, જાણો કયુ મંદિર કેટલા દિવસ બંધ રહેશે

આ પણ વાંચોઃ

Chhota Udepur: ST ડેપોમાં એક વર્ષના બાળકને ત્યજીને પિતા ફરાર, આખી રાત યુવાનોએ આ રીતે બાળકને સાચવ્યો, જુઓ વીડિયો