Dhirendra Shastri: પ્રતાપ દુધાત અને બાગેશ્વર ધામના અનુયાયીની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, જુઓ Video
બાબા બાગેશ્વરના વિરોધ વચ્ચે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત અને બાગેશ્વર ધામના અનુયાયીની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. બન્ને વચ્ચે બાબા બાગેશ્વરને લઇ વાતચીત થઇ હતી
ગુજરાતમાં આગામી સમયમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાનાર છે. જેમાં ઠેર ઠેર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જોકે આ તૈયારીઓ વચ્ચે કેટલીક સામાજિક સંસ્થાઓએ વિરોધનાં સૂર ઉઠ્યા છે. રાજ્યના ચાર શહેરોમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાઇ રહ્યો છે, જેને લઇ વિરોધનો સૂર યથાવત જ છે. કોંગ્રેસમાં આ વાતને લઈ ફૂટ પડી છે કારણકે કેટલાક લોકો આ બાબતનો વિરોધ કરી રહ્યા છે તો કેટલાક કોંગ્રેસના જ આગેવાનો આ બાબતે સમર્થન કરી રહ્યા છે. આ વચ્ચે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે વિરોધ કર્યા બાદ હવે તેમનો એક ઓડિયો ક્લિપ સામે આવ્યો છે.
આ ઓડિયો ક્લિપમાં બાગેશ્વર ધામના અનુયાયી પ્રતાપ દુધાત સાથે વાતચીત કરતા સંભળાઇ રહ્યા છે. આ વાતચીતમાં અનુયાયી કહી રહ્યા છે કે, તમે કોઇ પાદરી કે મોલવીનો વિરોધ કેમ નથી કરતા? આ લોકો તો ધતીંગ કરે છે. તેના જવાબમાં પ્રતાપ દુધાતે સ્પષ્ટતા કરતા કહ્યુ કે, તેઓ ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ નથી કરતા. તેઓ માત્ર ખેડૂતોની વાત કરે છે.
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો