Gujarati Video : વડોદરામાં પણ યોજાશે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, જાણો કઇ તારીખે કયા સ્થળ પર રહેશે કાર્યક્રમ
બાબા બાગેશ્વર 26 મેથી 3 જૂન સુધી ગુજરાતના મોટા શહેરોમાં દરબાર લગાવશે. અગાઉ તેમનો સુરત, અમદાવાદ અને રાજકોટમાં જ દિવ્ય દરબાર યોજવાનો કાર્યક્રમ હતો. જો કે હવે બાબા બાગેશ્વર વડોદરામાં પણ દિવ્ય દરબાર યોજવાના છે.
બાગેશ્વર ધામ (Bageshwar Dham) સરકારથી ઓળખાતા કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) ગુજરાત મુલાકાતે આવવાના છે. બાબા બાગેશ્વર 26 મેથી 3 જૂન સુધી ગુજરાતના મોટા શહેરોમાં દરબાર લગાવશે. અગાઉ તેમનો સુરત, અમદાવાદ અને રાજકોટમાં જ દિવ્ય દરબાર યોજવાનો કાર્યક્રમ હતો. જો કે હવે બાબા બાગેશ્વર વડોદરામાં પણ દિવ્ય દરબાર યોજવાના છે. જેના માટે તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો-Mandi : ભરૂચની જંબુસર APMCમાં ચોખાના મહત્તમ ભાવ રૂપિયા 3600 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ
ગુજરાતના વધુ એક શહેરમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર ભરાશે. 3 જૂને વડોદરામાં આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ યોજાશે. 26 તારીખ બાદ આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીનો સ્ટાફ વડોદરા આવીને સ્થળ નક્કી કરશે. નવલખી ગ્રાઉન્ડ અથવા લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે દિવ્ય દરબારનું આયોજન થવાની શક્યતા છે. શ્રી નવશક્તિ ગરબા મહોત્સવ અને વડોદરા શહેર ભાજપ દ્વારા સંયુક્ત રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
સુરત પ્રવાસથી ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસની શરૂઆત થશે. બાગેશ્વર (Bageshwar baba) સરકારના કાર્યક્રમ માટે રાજ્યના શહેરોમાં તૈયારીઓ થઇ રહી છે. પોલીસ મંજૂરીથી માંડીને VVIPની હાજરી સુધીની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો