Rajkot Video : પદ્મીનીબા વાળાએ સંકલન સમીતી સામે ઠાલવી નારાજગી, ઓડિયો થયો વાયરલ

|

Apr 16, 2024 | 2:43 PM

પરશોત્તમ રુપાલાના વિરોધના વંટોળ વચ્ચે ક્ષત્રિય સમાજના પદ્મીનીબા વાળાનો ઓડિયો વાયરલ થયો છે. ઓડિયોમાં પદ્મીનીબા વાળાએ સંકલન સમિતી પર સવાલો ઉઠાવ્યા છે. તેઓ બોલી રહ્યા છે કે રાજકોટના સંમેલનમાં કોઇ મહત્વનો નિર્ણય આવ્યો નથી.

ગુજરાતભરમાં પરશોત્તમ રુપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. પરશોત્તમ રુપાલાના વિરોધના વંટોળ વચ્ચે ક્ષત્રિય સમાજના પદ્મીનીબાનો ઓડિયો વાયરલ થયો છે. ઓડિયોમાં પદ્મીનીબા વાળાએ સંકલન સમિતી પર સવાલો ઉઠાવ્યા છે.

પદ્મીનીબા વાળા બોલી રહ્યા છે કે રાજકોટના સંમેલનમાં કોઇ મહત્વનો નિર્ણય આવ્યો નથી. પદ્મીનીબા વાળા ઓડિયોમાં બોલી રહ્યા છે કે સમાજના લોકો શું ભાષણ સાંભળવા આવ્યા હતા ? સંકલન સમિતી સાફા પહેરીને બેસી ગઇ હતી.

આ સાથે જ પદ્મીનીબા વાળા બોલી રહ્યાં હતા કે મને ભાષણ આપવાની મનાઇ કરતા હતા. પદ્મીનીબા વાળાએ સંકલન સમિતી સામે નારાજગી ઠાલવી હતી. હવે તેમણે 19 તારીખનું અલ્ટિમેટમ આપ્યું છે. આ આંદોલન ધીમે ધીમે ઠંડું પડતું જાય છે. જો ખરેખર પરશોત્તમ રુપાલાનો વિરોધ હોય તો કેમ તેમને ફોર્મ ભરવા દેવુ જોઈએ.

આ સાથે તેઓ ઓડિયોમાં બોલી રહ્યાં છે કે વિરોધ એટલે સરકારી પ્રોપર્ટીને નુકસાન કરવું એવો ન હોય. ઓડિયોમાં પદ્મિનીબા વાળા બોલી રહ્યાં છે કે દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું, અટકાયત અમારી થાય, બહાર અમારે આવવાનું તો સંકલન સમિતી શું કરે છે? આ પ્રકારના અનેક સવાલો સંકલન સમિતી વિરુદ્ધ પદ્મિનીબાએ ઓડિયોમાં ઉઠાવ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video