Gujarati Video : હળવદના બુટલેગર અને PSI વચ્ચે લેવડ-દેવડની ઓડિયો ક્લિપ વાયરલ

Gujarati Video : હળવદના બુટલેગર અને PSI વચ્ચે લેવડ-દેવડની ઓડિયો ક્લિપ વાયરલ

| Edited By: | Updated on: Aug 06, 2023 | 11:09 AM

મોરબી જિલ્લાના હળવદના એક બુટલેગર અને PSI વચ્ચે રૂપિયાની લેવડ-દેવડનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં બુટલેગર હળવદ ડી સ્ટાફને 25 હજારનો હપ્તો અને જમાદારને 15 હજારનો હપ્તો આપતો હોવાનો ઉલ્લેખ છે.

Morbi : ગુજરાતમાં દારૂબંધી છે. તેમ છતાં ગુજરાતમાં (Gujarat) દારૂ વેચાતા હોવાના બનાવો સામે આવતા હોય છે. તો આ બધાની વચ્ચે મોરબી જિલ્લાના હળવદના એક બુટલેગર અને PSI વચ્ચે રૂપિયાની લેવડ-દેવડનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં બુટલેગર હળવદ ડી સ્ટાફને 25 હજારનો હપ્તો અને જમાદારને 15 હજારનો હપ્તો આપતો હોવાનો ઉલ્લેખ છે. વાતચીત કરનાર PSIના નામે પણ કોઈને 10 હજાર આપ્યાની ઓડિયોમાં વાતચીત છે. ત્યારે આ સમગ્ર વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.

આ પણ વાંચો Morbi બ્રિજ દુર્ઘટના કેસના વિશેષ સરકારી વકીલ એસ.કે.વોરાએ રાજીનામું આપ્યું

TV9 બુટલેગર અને પોલીસ વચ્ચેની વાયરલ થયેલી ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી. તેમજ આ વાયરલ ઓડિયો ક્લિપ એક-બે મહિના પહેલાની હોવાનું પણ અનુમાન છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો