પૂર્વ કૃષિ પ્રધાનને ખેતીની જમીનને લઈ જીવનું જોખમ સર્જાયું! પુત્રો-પૌત્રો વિરુદ્ધ ફરિયાદ
પૂર્વ કૃષિ પ્રધાનને માથે જીવનું જોખમ સર્જાયું છે. પોતાના જ પુત્રો દ્વારા તેમની પર ટ્રેકટર ચડાવી દઈ કચડી નાંખીને મારી નાંખવાની ધમકીઓ અપાઈ છે. જેને લઈ હવે મામલો સ્થાનિક પોલીસ મથકે પહોંચ્યો છે. સ્વર્ગસ્થ અમરસિંહ ચૌધરી મુખ્યપ્રધાન હતા એ વખતે કૃષિ કેબિનેટ પ્રધાન કરશનજી ઠાકોર હતા અને હવે પોતાનો જીવ તેમના માટે બચાવવો મુશ્કેલ બની ચૂક્યો હોય એમ તેમને ભય સતાવી રહ્યો છે.
મહેસાણા જિલ્લાના કડીના પૂર્વ ધારાસભ્ય કરશનજી ઠાકોરને માટે હાલમાં જીવનું જોખમ છે. આવી ફરીયાદ કરશનજી ઠાકોરે ખુદ પોલીસ મથકે નોંધાવી છે. કરશનજી ઠાકોર કોંગ્રેસની વર્ષ 1985 થી 90 ના દરમિયાન કેબિનેટ પ્રધાન હતા. તેઓ રાજ્યના કૃષિ ખાતાને સંભાળતા હતા. જોકે પૂર્વ કેબિનેટ કૃષિ પ્રધાનને માટે માથે જીવનો ખતરો પોતાની જ ખેતીની જમીન બની છે.
આ પણ વાંચોઃ ભારતના આ સુંદર પ્રદેશમાં પૂર્વ મંજૂરી વિના ત્યાંની ધરતી પર પગ પણ મુકી શકાતો નથી, જાણો
પૂર્વ કૃષિ પ્રધાન કરશનજીએ પોતાના પુત્ર અને પૌત્રૌ સહિત 6 લોકો વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. તેઓએ પોતાના જ પુત્રો અને પૌત્રો પર આરોપ મુક્યો છે કે, તેઓ તેમના પર ટ્રેક્ટર ચડાવી દઈને તેમને મોતને ઘાટ ઉતારી દેવાની ધમકીઓ આપે છે. ખેતીની જમીનની પોતાની હયાતીમાં વહેંચણી પુત્રોને નહીં કરી હોવાને લઈ પુત્રોએ જમીન વહેંચણીને લઈ ખેતરમાં જ હુમલો કરી દઈને ધમકીઓ આપી છે. સ્થાનિક પોલીસે પુત્ર અને પૌત્ર સહિત કુલદીપ, ગણપતજી, રાજેન્દ્ર, નરેન્દ્ર, દશરથજી, અજાજી વિરૂદ્ધ ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે.