ગુજરાત એટીએસે સંયુક્ત ઓપરેશનમાં 1026 કરોડનું 513 કિલો MD ડ્રગ્સ જપ્ત કર્યું

ગુજરાત(Gujarat)એટીએસ અને મુંબઈ પોલીસના એન્ટિ-નાર્કોટિક્સ સેલના સંયુક્ત ઓપરેશનમાં આંતર-રાજ્ય ડ્રગની દાણચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. જેમાં ગુજરાતના અંકલેશ્વર, ભરૂચમાં એક ફેક્ટરીમાંથી 513 કિલો એમડી ડ્રગ્સ ઝડપ્યું છે

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Aug 16, 2022 | 7:22 PM

ગુજરાત(Gujarat)  એટીએસ અને મુંબઈ પોલીસના એન્ટિ-નાર્કોટિક્સ સેલના સંયુક્ત ઓપરેશનમાં આંતર-રાજ્ય ડ્રગ્સની(Drugs)  દાણચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. જેમાં ગુજરાતના અંકલેશ્વર, ભરૂચમાં એક ફેક્ટરીમાંથી 513 કિલો એમડી ડ્રગ્સ ઝડપ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત 1026 કરોડ રૂપિયા છે.આ પહેલા મુંબઈના નાલાસોપારાના વેરહાઉસમાંથી આ જ ગેંગ પાસેથી રૂ. 1 હજાર કરોડના MD ડ્રગ્સ ઝડપાયું છે.અત્યાર સુધીમાં લગભગ 2046 કરોડના MD ડ્રગ્સ ઝડપાયા છે અને 7 આરોપી ઝડપાયા છે.

વડોદરા જિલ્લાના સાવલીમાં ગુજરાત ATS અને વડોદરા SOGએ સંયુક્ત રીતે મોટુ ઓપરેશન પાર પાડ્યુ છે. સાવલીના મોક્સી ગામે ATSને મોટી સફળતા મળી અને કરોડો રૂપિયાનું MD ડ્રગ્સ( Drugs) ઝડપી પાડ્યુ છે. સાથે જ 2 આરોપીની ધરપકડ અને 4 આરોપીની અટકાયત કરી છે. ઝડપાયેલા તમામ શખ્સો ગુજરાતના હોવાનું ખુલ્યું છે. મોક્સી ગામમાં નેક્ટર કેમ ફેક્ટરીમાં પ્રતિબંધિત ડ્રગનું ઉત્પાદન થતું હતું. સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે કે કંપનીમાંથી 200 કિલો કરતા વધુનો જથ્થો ઝડપાયો છે જેની બજાર કિંમત એક હજાર કરોડ કરતા વધુની થવા જઈ રહી છે.

કયા પ્રકારનું ડ્રગ્સ છે તેની જાણકારી મેળવવા FSLની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી છે. કંપનીના માલિકનું નામ પિયુષ પટેલ હોવાનું ખુલ્યુ છે.ગુજરાત ATS થોડીવારમાં સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતા છે. ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા ATSની અલગ-અલગ ટીમ સક્રિય બની છે.

કુલ 7 આરોપીની ધરપકડ કરાઈ

ભરૂચના પાનોલી GIDCની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાંથી કેમિકલ કંપનીમાંથી 513 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું છે. જેની આંતરરાષ્ટ્રીય કિંમત 1026 કરોડ રૂપિયા આંકવામાં આવી છે..કંપનીમાંથી લિક્વીડ અને પાઉડર એમ બંને ફોર્મમાં ડ્રગ્સનો જથ્થો મળ્યો છે. જેમાં પાઉડર ફોર્મ ઉપરાંત 1300 લીટર લિકવિડ ફોર્મમાં પણ ડ્રગ્સ મળ્યું છે. આ પૂર્વે આ જ ગેંગ પાસેથી 1 હજાર કોડ રૂપિયાનું એમડી ડ્રગ્સ મુંબઈ સ્થિત નાલાસોપારામાં આવેલા ગોડાઉનમાંથી ઝડપાયું હતું.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati