ATSએ ભાવનગરના જીએસટી બિલિંગ કૌભાંડના આરોપીની ધરપકડ કરી છે. જીએસટી બિલિંગ કૌભાંડના આરોપી સોહિલ પીરવાણીની ધરપકડ કરી છે. સ્ટેટ જીએસટી કાઉન્સિલ દ્વારા ભાવનગરમાંથી મોટું કૌભાંડ પકડી પાડવામાં આવ્યુ હતુ. જીએસટી કૌભાંડનો મુખ્ય આરોપી સોહિલ ફરાર હતો. આરોપી સોહિલ દ્વારા મોટા પ્રમાણમાં કરચોરી કરવાનો આરોપ હતો. આરોપી સોહિલ અધિકારીઓ પર હુમલો કરવાનો કેસ પણ નોંધાયો હતો.
જીએસટી બિલિંગ કૌભાંડના મુખ્ય આરોપી સોહિલ પીરવાણીની ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ભાવનગરના સ્ટેટ જીએસટી કાઉન્સિલ દ્વારા જીએસટી બિલિંગનું મોટુ કૌભાંડ પકડી પાડવામાં આવ્યુ હતુ. આ કૌભાંડમાં જ સોહિલ પીરવાણી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સોહિલ પીરવાણી દ્વારા 6. 79 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યુ હતુ. તેને જ લઈને તે ઘણા સમયથી નાસતો ફરતો હતો. જો કે હવે ATS દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી સોહિલ પીરવાણીને જીએસટી વિભાગને સોંપી દેવામાં આવ્યો છે.
આરોપી સોહિલ પીરવાણી સામે ગુનો નોંધાયેલા છે. સોહિલ પીરવાણી સામે કરચોરીનો આરોપ છે. તેમજ અધિકારીઓ પર હુમલો કરવાનો પણ આરોપ છે જેને લઈને ફરિયાદ નોંધાઇ હતી અને હવે તેની ધરપકડ કરવામાં આવી છે. હવે જે રીતે GST વિભાગને સોહિલને સોંપવામાં આવ્યો છે ત્યારે GST વિભાગ તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરશે.
(વિથ ઇનપુટ-હરીન માત્રાવાડિયા,અમદાવાદ)