ગીરસોમનાથ: માંડવી ચેકપોસ્ટ પર પોલીસ તોડકાંડ મુદ્દે કોંગ્રેસના પૂંજા વંશે કાયદો વ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલ, કહ્યુ પોલીસે માત્ર વચેટિયાની કરી ધરપકડ
ગીરસોમનાથ: માંડવી ચેકપોસ્ટ પર પોલીસ તોડકાંડ મુદ્દે ઉનાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા પૂંજા વંશે જિલ્લાની કાયદો વ્યવસ્થા સામે સવાલ ઉઠાવ્યા છે. પૂંજા વંશે આરોપ લગાવ્યો કે પોલીસે માત્ર વચેટિયાની જ ધરપકડ કરી છે. આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા સરકારને રજૂઆત કરી છે.
ગીર સોમનાથના ઉનાની માંડવી ચેકપોસ્ટ પર પોલીસ તોડકાંડ મુદ્દે કોંગ્રેસ નેતા પૂંજા વંશે કાયદો વ્યવસ્થાને લઈને સવાલો ઉઠાવ્યા છે. ઉનાના પૂર્વ ધારાસભ્યએ જિલ્લાભરની સ્થિતિ વર્ણવી અને જવાબદારો સામે પગલા લેવા માગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ACBની રેડ દરમિયાન ઉના PI એન.કે. ગોસ્વામી ASI નિલેશ છૈયા અને વચેટીયો નિલેશ તડવી સામે તોડ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. જે મુદ્દે કોંગ્રેસ નેતા પૂંજા વંશે આક્ષેપ કર્યા કે જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બેફામ રીતે ચાલી રહી છે. જિલ્લાભરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. ત્યારે આ કેસમાં બે માસ બાદ પણ માત્ર વચેટિયા નિલેશની જ ધરપકડ કરાઈ છે. જ્યારે મુખ્ય આરોપી PI અને ASI હજુ પોલીસ પકડથી દૂર છે. જેને લઈને કોંગ્રેસ નેતા પૂંજા વંશે યોગ્ય કાર્યવાહી કરવા સરકારને રજૂઆત કરી છે.
આ પણ વાંચો: જામનગરની જી. જી. હોસ્પિટલમાં રખડતા શ્વાનનો આતંક, વીડિયો વાયરલ થયા બાદ હોસ્પિટલ તંત્રએ આપ્યા તપાસના આદેશ
આ તરફ સોમનાથમાં ચાલી રહેલી દબાણ હટાવની કામગીરી મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા જાહેર મંચ પરથી બોલ્યા અને ચીમકી આપી કે જો તમારી સાથે જબરદસ્તી થતી હોય અને તેમને લાગે કે મારી જરૂર છે તો મને સવારે 7 કલાકે કોલ કરજો, હું 108ની સ્પીડે આવી જઇશ અને તમારી સાથે ઊભો રહીશ.
Input Credit- Yogesh Joshi- Gir Somnath
ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો