પોલીસકર્મી બન્યો બુટલેગર! વલસાડના વાપીમાં દારૂ સાથે પાંડેસરાના ASI રોનક ઈરાનીની કરાઈ ધરપકડ, જુઓ Video
વલસાડમાં પોલીસકર્મી જ દારૂની હેરાફેરી કરતો પકડાયો છે. સુરતના પાંડેસરા પોલીસના ASI રોનક ઇરાનીની ધરપકડ પણ કરાઇ છે. વાપીના ડુંગરામાં દારૂ સાથે પોલીસકર્મી પકડાયો જેમાં 96 હજારના દારૂ ડુંગરા પોલીસે ઝડપી પાડ્યો.
આમ તો ગુજરાતમાં દારૂ પર કડક પ્રતિબંધ (Strict prohibition) છે, તે છતાં અનેક વાર દારૂ ઝડપાય છે. પરંતુ તમને સાંભળીને આશ્ચર્ય થશે, કે પોલીસ જ બુટલેગર બની જાય તો નિયમો અને કાયદો કોના ભરોસે? વલસાડના વાપીમાં આવેલા ડુંગરા ખાતે એક પોલીસકર્મી દારૂની હેરાફેરી કરતો પકડાયો છે.
આ પોલીસકર્મી સુરતના પાંડેસરાનો ASI રોનક ઈરાની હોવાનું સામે આવ્યું છે. ડુંગરા પોલીસે આરોપી ASI પાસેથી 96 હજારનો દારૂ જપ્ત કર્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાંડેસરાના ASI અને આરોપી રોનક ઈરાનીને ડુંગરા પોલીસે કોર્ટમાં રજૂ કર્યો છે. એક તરફ વલસાડની ડુંગરા પોલીસે સરાહનીય કામગીરી કરી છે તો બીજી તરફ સુરતના ASIએ દારૂબંધીના ધજાગરા ઉડાડ્યા છે. જો પોલીસ જ બુટલેગર બની જશે તો જનતા કોના ભરોસે રહેશે? પોલીસની રહેમનજર હેઠળ જ દારૂનું બેફામ વેચાણ થશે.
આ પણ વાંચો : Valsad: દમણથી વડોદરા દારુ લઈ જતા ત્રણ વિદેશી વિદ્યાર્થીઓ ઝડપાયા, વલસાડ પોલીસે કરી ધરપકડ Video
ઉલ્લેખનીય છે, જો ડુંગરા પોલીસે રોનક ઈરાનીને ન પકડ્યો હોત, તો સુરતમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરતો જાણે, કે આ પોલીસકર્મીને કાયદાનો કોઇ ભય જ નથી. કાયદો હાથમાં રાખનાર પોલીસકર્મીનો આ શર્મસાર કિસ્સો સામે આવ્યો છે. હાલ, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.