વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વિખરાતા ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન

| Edited By: | Updated on: Apr 08, 2026 | 7:38 PM

હવામાન વિભાગે આગાહી કરી છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સંપૂર્ણપણે દૂર થતાની સાથે જ ગુજરાતમાં આગામી 11મી એપ્રિલથી ગરમીનો પારો ઉચકાશે. તાપમાન 40 ડિગ્રીને પાર થઈ શકે છે. કેટલાક શહેરોમાં 11થી 14 એપ્રિલ સુધીમાં હીટવેવ જેવી સ્થિતિ સર્જાશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ આજે પણ ગુજરાતના અનેક શહેરોમાં આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેવા પામ્યું હતું. વિતેલા 24 કલાકની વાત કરીએ તો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં થોડા સ્થળોએ વરસાદ નોંધાયો હતો, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડ્યો હતો. કચ્છ તેમજ દમણ, દીવ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં હવામાન સુકું રહેવા પામ્યું હતું

હવામાન વિભાગ મુજબ તાપમાનમાં મોટા ફેરફાર નોંધાયા નથી, પરંતુ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર ઓછું રહ્યું હતું. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં થોડું ઓછું નોંધાયું હતું.

વર્તમાન પરિસ્થિતિ મુજબ, દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને નજીકના દક્ષિણ પાકિસ્તાન વિસ્તારમાં નીચા સ્તરે ચક્રવાતી પરિભ્રમણ યથાવત્ છે. સાથે જ ઉત્તર પાકિસ્તાન અને જમ્મુ-કાશ્મીર આસપાસ પશ્ચિમ વિક્ષેપ સક્રિય છે. ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ વિસ્તારમાં પણ ચક્રવાતી પરિભ્રમણ ચાલુ હોવાથી હવામાનમાં અસ્થિરતા જોવા મળી રહી છે.

જો કે, ગુજરાતનું વાતાવરણ થોડુક સ્વચ્છ થતાની સાથે જ ગરમીનો પારો પણ કેટલાક શહેરોમાં ઊંચકાયો છે. આજે ભાવનગરમાં સૌથી વધુ 37.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે રાજકોટમાં 36.3 ડિગ્રી, અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 35.8 ડિગ્રી, ભૂજમાં 35.6 ડિગ્રી, ગાંધીનગરમાં 35.2 ડિગ્રી ગરમી નોંધાઈ છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સંપૂર્ણપણે દૂર થતાની સાથે જ ગુજરાતમાં આગામી 11મી એપ્રિલથી ગરમીનો પારો ઉચકાશે. તાપમાન 40 ડિગ્રીને પાર થઈ શકે છે. કેટલાક શહેરોમાં 11થી 14 એપ્રિલ સુધીમાં હીટવેવ જેવી સ્થિતિ સર્જાશે.

 વર્ષ જૂના કેસમાં ગોપાલ ઇટાલિયાને અત્યારે વોરંટ કેમ ? AAP ના ધારાસભ્યએ આની પાછળ ગણાવ્યું ભાજપનું ‘ગંદું રાજકારણ’

Follow Us
Loading...
Unable to load recommendations.