ઓમિક્રૉનના કેસ વધતાં કેન્દ્ર સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી, કેન્દ્રની નવી SOPનો અભ્યાસ કરી રાજ્યો નિર્ણય લેશે

|

Dec 22, 2021 | 11:51 AM

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં, કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે નાઇટ કર્ફ્યૂ લાદવા, મોટા મેળાવડાઓનું કડક નિયમન, લગ્ન અને અંતિમ સંસ્કાર સમારોહમાં હાજરી આપનારા લોકોની સંખ્યામાં ઘટાડો કરવા ઉપરાંત પરીક્ષણ અને દેખરેખ વધારવા જેવા નિર્ણયો લાગૂ કરવા સલાહ આપી છે.

ઓમિક્રૉનના કેસ વધતાં કેન્દ્ર સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી, કેન્દ્રની નવી SOPનો અભ્યાસ કરી રાજ્યો નિર્ણય લેશે
corona -new guidelines

Follow us on

કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ વધતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને ચેતવણી આપી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે વ્યૂહાત્મક નિર્ણયો લાગૂ કરવા સલાહ આપી છે. કેન્દ્ર સરકારની નવી SOPનો અભ્યાસ કરી રાજ્યો પણ નિર્ણય લેશે. ગુજરાતમાં પણ હાલની માર્ગદર્શિકામાં ફેરફાર થઈ શકે છે.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં, કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે નાઇટ કર્ફ્યૂ લાદવા, મોટા મેળાવડાઓનું કડક નિયમન, લગ્ન અને અંતિમ સંસ્કાર સમારોહમાં હાજરી આપનારા લોકોની સંખ્યામાં ઘટાડો કરવા ઉપરાંત પરીક્ષણ અને દેખરેખ વધારવા જેવા નિર્ણયો લાગૂ કરવા સલાહ આપી છે.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં સલાહ અપાઈ છે કે, જિલ્લા સ્તરે ખાસ નજર રાખવી, આંકડાઓનું વ્યવસ્થિત વિશ્લેષણ કરવું, કડક નિયમો લાગૂ કરવાની જરૂર, જે જિલ્લામાં 10 ટકા વધુ સંક્રમણ છે ત્યાં ટેસ્ટિંગ વધારવું, કોરોના દર્દીના 40 ટકાથી વધુ બેડ ભરાયા છે ત્યાં ટેસ્ટિંગ વધારવું, કોરોનાના વધુ કેસ હોય તે જિલ્લામાં હોસ્પિટલમાં વ્યવસ્થા સુદ્રઢ કરવી, સ્થાનિક સ્તરે રાત્રિ કર્ફ્યૂ જેવા પ્રતિબંધ લગાવવા, લગ્ન સમારોહમાં મહેમાનોની સંખ્યાને ઓછી કરવી, કોરોનાના વધી રહેલા આંકડાની સમીક્ષા કરવી, પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરવા, રસીકરણ અભિયાન પર વધુ ભાર આપવો, વધુ કેસ હોય ત્યાં જીનોમ સિક્વન્સિંગ માટે ઝડપી કાર્યવાહી કરાય.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

આ પણ વાંચો : રાજ્યમાં 78 PSIની PI તરીકે કરવામાં આવી બઢતી, જાણો કયા વિસ્તારના અધિકારીને મળ્યું પ્રમોશન

આ પણ વાંચો :  ચૂંટણીનું રસપ્રદ પરિણામ: વહુ સામે સાસુની પેનલ વ્હાઈટ વોશ, દેલવાડા ગામનાં તમામ વોર્ડ પર વહુનો વિજય

Next Article