અરવલ્લી જિલ્લાના અણદાપુર અને માથાસુલીયા ગામ વચ્ચે આવેલા કોઝવે પર થી પાણી ફરી વળવાને લઈ સ્થાનિકોને વાહન વ્યવહારને હાલાકી ભોગવવી પડી રહી છે. આ દરમિયાન એક વૃદ્ધની તબીયત લથડતા તેમને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલ લઈ જવાની જરુરિયાત સર્જાઈ હતી. જેને લઈ 108ને તો કોલ કરવામાં આવ્યો હતો. પરંતુ કોઝવે પાસે આવીને ગાડી ઉભી રહી ગઈ હતી. બિમાર વૃદ્ધને લેવા આવેલી 108 ની એમ્બ્યુલન્સ વાનને માટે કોઝવે પસાર કરવો મુશ્કેલ હતો.
જોકે આ દરમિયાન વૃદ્ધના પરિવારજનોએ અને સ્થાનિક ગ્રામજનોએ આખરે ખાટલામાં સુવડાવીને જ વૃદ્ધને એમ્બ્યુલન્સ સુધી સામે જવાની ફરજ પડી હતી. સ્થાનિક ગ્રામજનોની મદદથી પરિવારજનો વૃદ્ધને ખાટલામાં સુવડાવીને તેને ખભે ઉંચકીને કોઝવેમાંથી સલામત રીતે પસાર કરીને 108 એમ્બુલન્સમાં પહોંચાડ્યા હતા. ત્યારબાદ વૃદ્ધને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કોઝવે પરથી પાણી વહેવાની સ્થિતિમાં માથાસુલીયા, અણંદાપુર વિસ્તારના પાંચેક ગામોને ચોમાસામાં હાલાકી પડતી હોય છે.
Published On - 5:30 pm, Tue, 19 September 23