Video: મોડાસામાં પુરપાટ ઝડપે આવતી કારે બાઇકને મારી ભયાનક ટક્કર, અકસ્માતના દ્રશ્યો CCTV માં કેદ
Aravalli: મોડાસામાં પુરપાટ ઝડપે આવતી કારે બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતના દ્રશ્યો CCTV માં કેદ થયા હતા.
અરવલ્લી (Aravalli) જિલ્લાના મોડાસા-ધનસુરા રોડ (Modasa Road) પર ગંભીર અકસ્માત (Accident) થયો છે. અહીં આવેલા પેટ્રોલપંપ નજીક કાર ચાલકે એક બાઈક ચાલકને અડફેટે લીધો છે. આ સમગ્ર અકસ્માત ત્યાં લાગેલા CCTV માં કેદ થઈ ગયો છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, બાઈક ચાલક રસ્તો ક્રોસ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે પાછળથી પૂર ઝડપે આવેલી ગાડીએ ટક્કર મારી હતી.
તો આ બાઈક સવાર અને ગાડી ચાલક કોણ હતા તેની કોઈ માહિતી હજુ સામે આવી નથી. બીજી તરફ કચ્છમાં પણ ગોઝારો અકસ્માત સર્જાયો. આ અકસ્માતે 3 મહિલાઓના જીવ લીધા છે. કારમાં ચાર મહિલા સવાર હતી. તેમજ તેમાંની એક મહિલા જ ડ્રાઇવ કરી રહી હતી. આ મહિલાઓ ધાર્મિક કાર્યક્રમમા હાજરી આપી પરત ફરી રહ્યાની માહિતી છે. તો દુખદ વાત એ સામે આવી છે કે મૃતકોમાં સાંખ્યયોગિ બહેનોનો પણ સમાવેશ છે. પ્રાથમિક માહિતી અનુસાર મૃત મહિલાઓ ભારાસર ગામની રહીશ હોવાનું જાણવા મળ્યું છે.
તો અહેવાલ પ્રમાણે અકસ્માત બાદ ત્યાં ટોળા એકત્ર થઈ ગયા હતા. કારમાંથી મહિલાઓને બહાર કાઢવામાં આવી હતી અને એક ઈજાગ્રસ્ત સાંખ્યયોગીનીને ભુજ સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. મળેલી માહિતી અનુસાર 2 મહિલાઓ અને 2 સાંખ્યયોગીની સુખપરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ઉત્સવમાં ભાગ લેવા ગયા હતા. ઉત્સવ બાદ તેઓ પોતાના ઘરે ભારાસર પરત ફરી રહ્યા હતા. આ સમયે અકસ્માત થતા કારચાલક મહિલાનું મોત નીપજ્યું છે. તો ટ્રક ચાલક ત્યાંથી ફરાર થયો હોવાની માહિતી મળી છે.પોલીસે મામલામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો: ડિસેમ્બરના એક જ સપ્તાહમાં 28 કોરોના કેસ: ભાવનગર તંત્રનું કડક વલણ, રેપિડ ટેસ્ટ માટે બુથ શરૂ
આ પણ વાંચો: BHARUCH : આમોદ તાલુકાના કાંકરિયા ગામે 150 લોકોના ધર્માંતરણમાં સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર નિમાયા