Aravalli : મામાએ હેવાનિયતની હદ વટાવી ! ભિલોડા તાલુકામાં મામાએ 13 વર્ષની ભાણી પર આચર્યું દુષ્કર્મ, જુઓ Video

Aravalli : મામાએ હેવાનિયતની હદ વટાવી ! ભિલોડા તાલુકામાં મામાએ 13 વર્ષની ભાણી પર આચર્યું દુષ્કર્મ, જુઓ Video

| Edited By: | Updated on: Mar 02, 2025 | 9:44 AM

ગુજરાતમાં માત્ર દીકરીઓ અને મહિલાઓની સુરક્ષાના બણગા ફૂંકાતા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના એક અંતરિયાળ ગામમાં 13 વર્ષની દીકરી પર તેના સગા મામાએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે.

પોલીસે આરોપીની કરી ધરપકડ

સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર મામાએ બાળકીને લલચાવી ફોસલાવી ભિલોડામાં આવેલા જંગલ વિસ્તારમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. હેવાનિયતની હદ વટાવતા મામાએ પોતીની જ ભાણી ઉપર દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર ઘટનાની જાણ બાળકીના પિતાને થતા પીડિતાના પિતાએ ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેની કાર્યવાહીના પગલે પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.

બોટાદમાં નોંધાઈ હતી સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ

બીજી તરફ આ અગાઉ બોટાદમાં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી.અભ્યાસ માટે જતી સગીરાની પાછળ પડી આરોપી સગીરાને હેરાન કરતો હતો.સગીરાને ધાક–ધમકી આપી તેના સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યુ હતુ. સમગ્ર ઘટનાની જાણ સગીરાના પિતાને થતા તેમણે ફરિયાદ નોંધાવી હતી. જો કે ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો.