Shamlaji: શામળાજી મંદિરે ભાદરવી પૂનમને લઈ ઉમટી ભક્તોની ભીડ, પદયાત્રીઓ મોટી સંખ્યામાં ઠાકોરજીના દર્શને પહોંચ્યા, જુઓ Video

| Updated on: Sep 29, 2023 | 4:25 PM

શામળાજી મંદિરે આજે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ વહેલી સવારથી ઉમટી હતી. શામળાજી મંદિર પૂનમના દિવસે ભક્તોની ભીડ મોટા પ્રમાણમાં ઉમટતી હોય છે. વહેલી સવારથી જ ભક્તો દર્શન કરવા માટે શામળાજીમાં ઉમટવા શરુ થતા હોય છે. આજે ભાદરવી પૂનમના મહત્વને લઈ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ આવી હતી. ભાદરવી પૂનમને લઈ આસપાસના વિસ્તારના અનેક ગામડાઓના લોકો પગપાળા ઠાકોરજીના દર્શન કરવા માટે શામળાજી આવતા હોય છે.

આ પણ વાંચોઃ Aravalli: ભિલોડામાં નશાની હાલતમાં કાર હંકારી યુવકે 4 લોકોને અડફેટે લીધા, કિશોરને 200 મીટર ઢસડ્યો, જુઓ Video

અનંત ચૌદશની રાત્રીએ જ ભક્તો પગપાળા ચાલીને શામળાજી પહોંચતા હોય છે. વહેલી સવારે મંદિર ખૂલતા ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. આજે પણ ભક્તો મોટી સંખ્યામાં વહેલી સવારથી શામળાજી પહોંચ્યા હતા. દીવ, દમણ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલ પણ દર્શન કરવા માટે પહોંચતા પોલીસ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી હતી. પ્રફુલ પટેલ સાથે અન્ય આગેવાનો પણ દર્શને પહોંચ્યા હતા. અરવલ્લી પોલીસે પણ નાઈટ વોક મોડાસાથી શામળાજી સુધી કર્યુ હતુ.

અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો